Get The App

નવા-જૂનીનાં એંધાણ? કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ દક્ષિણ કોરિયા મોકલ્યા જંગી જહાજો

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
નવા-જૂનીનાં એંધાણ? કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાએ દક્ષિણ કોરિયા મોકલ્યા જંગી જહાજો 1 - image


American USS Carl Vinson Aircraft Carrier : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ ક્રૂઝ મિસાઈલનું પરિક્ષણ કર્યા બાદ હવે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ મિત્રતા અને ગઠબંધનની તાકાત બતાવવા માટે દક્ષિણ કોરિયા જંગી જહાજોનો કાફલો મોકલ્યો છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર USS Carl Vinson દક્ષિણ કોરિયાના બુસાન પોર્ટ પર પહોંચ્યું છે. બંને દેશોએ ઉત્તર કોરિયા સહિત સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવવા માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. દક્ષિણ કોરિયન સેનાએ કહ્યું કે, ‘ઉત્તર કોરિયાની ધમકીઓનો જવાબ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમારા અને અમેરિકાનો આ નિર્ણય સૈન્ય ભાગીદારીની મજબૂતી દર્શાવી રહી છે.’

અમેરિકાએ જંગી જહાજો મોકલતા કિમ આપશે જવાબ?

ઉત્તર કોરિયાએ 23 ફેબ્રુઆરીએ ક્રૂઝ મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. કિમ જોંગ ઉને પરમાણુ તાકાતની તૈયારીની વાત પણ કહી છે. અમેરિકાના જંગી જહાજો દક્ષિણ કોરિયા પહોંચ્યા બાદ ઉત્તર કોરિયા દ્વારા વળતો જવાબ આપવાની સંભાવના વધી ગઈ છે. આ પહેલા USS Theodore Roosevelt કોરિયાઈ ક્ષેત્રમાં ગયું હતું, ત્યારે પ્યોંગયાંગે મિસાઈલ ઝીંકીને વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો : ઝેલેન્સ્કીના ઉગ્ર વલણથી અમેરિકા નારાજ, હવે કોઈ ફંડિંગ નહીં, વ્હાઈટ હાઉસે કરી મોટી જાહેરાત

ટ્રમ્પનું ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક વલણ

ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. ત્યારે તેમણે કિમ જોંગ ઉનને ‘સ્માર્ટ ગાય’ કર્યા અને વાતચીતનો ઈશારો કર્યો હતો. જોકે હવે તેમની સરકારે ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. આ પહેલા ટ્રમ્પે દક્ષિણ કોરિયાને માંગ કરી હતી કે, તેઓ અમેરિકન સૈનિકોની સુરક્ષાના બદલે વધુ નાણાં આપે. ટ્રમ્પે ઓક્ટોબર-2024માં કહ્યું હતું કે, ‘સાઉથ કોરિયા મની મશીન છે. હવે તેમણે દર વર્ષે 10 બિલિયન ડોલર આપવા પડશે.’

સાઉથ કોરિયામાં અમેરિકાના 28500 સૈનિકો તહેનાત

અમેરિકાના લગભગ 28500 સૈનિકો દક્ષિણ કોરિયામાં તહેનાત છે. સિયોલની સુરક્ષા અમેરિકાના ‘ન્યૂક્લિયર અમ્બ્રેલા’ પર નિર્ભર છે. પરંતુ ટ્રમ્પ વિદેશ નીતિ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. સિયોલના આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત ડૈન પિંકસ્ટને કહ્યું કે, ‘વર્તમાન સંજોગોમાં સાઉથ કોરિયા શાંત રહેવાની રણનીતિ અપનાવી રહ્યું છે. તેઓ ઈચ્છે છે કે, કોરિયાને વધુ સમસ્યા ન થાય, તેથી ટ્રમ્પ કેનેડા, મેક્સિકો અને ચીન પર ધ્યાન આપે.’

આ પણ વાંચો : વિવેક રામાસ્વામીના ખુલ્લા પગ અમેરિકનોને ‘નડી ગયા’, ‘ત્રીજી દુનિયાના કાકા’ ગણાવી ટીકા કરી


Google NewsGoogle News