Get The App

'TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..', 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ

TikTok એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
'TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..', 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ 1 - image

image : Freepik




TikTok app Ban News | ચાઇનીઝ એપ TikTok સામે અમેરિકામાં હજારો માતા-પિતા એકજૂટ થઇ ગયા છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે 5,000થી વધુ માતા-પિતાએ TikTok સામે કેસ દાખલ કરી દીધો છે. TikTok એપ એક સમયે અમેરિકામાં તેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી. ઉલ્લેખનીય છે કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે. 

તંબાકુ કરતાં પણ વધુ ઘાતક... 

આ મામલે ઘણાં માતા-પિતાએ TikTokને ડિજિટલ યુગના તંબાકુ કરતા પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે.  આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે. હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે. TikTok સામે કાનૂની કાર્યવાહીની શરૂઆત Claimshero.io ના નેતૃત્વમાં થઇ હતી જે હવે આગળ વધતી જઇ રહી છે. હજારો માતા-પિતા ચીનની માલિકી હેઠળની દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. 

માતા-પિતાનું શું કહેવું છે 

અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હર્ટફોર્ડની વતની બ્રિટની એડવર્ડ્સ પણ TikTok સામે કેસ દાખલ કરનારા માતા-પિતામાં સામેલ છે. તે કહે છે કે મારી દીકરીને TikTokની લત લાગી ગઈ છે. મેં તેની TikTok પોસ્ટમાં એવું પણ જોયું કે જેનાથી લાગ્યું કે તે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે છે. તેના પછી મને આ એપના નુકસાન વિશે આભાસ થયો. 

TikTok એ માતા-પિતાના અધિકારો મર્યાદિત કર્યા હતા 

માહિતી અનુસાર કેસમાં દાવો કરાયો હતો કે ટિક ટોકે જુલાઈ 2023માં એક વિવાદિત પગલું ભરતાં નવો નિયમ લાગુ કર્યો હતો જેમાં દાવો કર્યો કે કોઈ પણ માતા-પિતા તેમના બાળકના ટિકટોક પર એકાઉન્ટ બનાવાયાના એક વર્ષ બાદ પ્લેટફોર્મ સામે કોઈપણ પ્રકારનો દાવો નહીં કરી શકે. 

'TikTok બાળકોને બનાવે છે માનસિક બીમાર..', 5000 વાલીઓ ચાઈનીઝ એપ વિરુદ્ધ પહોંચ્યા કોર્ટ 2 - image



Google NewsGoogle News