તાઈવાનના વધાઈ સંદેશાના ઉત્તરમાં મોદીએ કહ્યું ભારત તાઈવાન સાથે ઘનિષ્ઠ સંબંધો માટે આતુર છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ચીન ધૂંધવાઈ ઉઠયું
- ચીને શુભેચ્છા સંદેશો તો મોડેથી મોકલ્યો પરંતુ તાઈવાનને સ્વતંત્ર દેશ ગણવા સામે ચીન ભડકી ઉઠયું
તાઈપે : તાઈવાને નરેન્દ્ર મોદી અને તાઈવાનના પ્રમુખ લાઈ ચિંગ તે વધાઈ સંદેશાઓનાં થયેલાં આદાન પ્રદાન માટે ચીને ઉઠાવેલા વિરોધને તાઈવાને જ ફગાવી દીધો છે. તેણે કહ્યું ચીન વિશ્વને ભ્રમિત કરવા માટે રાજનૈતિક દબાણો અને ભ્રાંતિઓ ફેલાવી રહ્યું છે.
વાસ્તવમાં ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મળેલા વિજય અંગે તાઈવાનના પ્રમુખે નરેન્દ્ર મોદીને વધાઈ સંદેશો મોકલ્યો હતો. તેના ઉત્તરમાં મોદીએ કહ્યું હતું કે ભારત તાઈવાન સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવા માટે ઉત્સુક છે. મોદીના આ ઉપરથી ચીન ધુંધવાયું છે. તેણે પોતાનો વિરોધ પ્રદર્શિત કરતાં કહ્યું હતું કે નવી દિલ્હીએ તાઈવાનના અધિકારીઓની રાજદ્વારી ચાલોનો વિરોધ કરવો જોઇએ.
ચીન તાઈવાનને પોતાનું વિદ્રોહી અભિન્ન અંગ માને છે. તેને તપભૂમિ (સામ્યવાદી ચીન) સાથે જોડવા માગે છે.
ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ લિંગે પત્રકારોને જણાવ્યું હતું કે ચીને આ અંગે ભારત સામે વિરોધ નોંધાવ્યો છે.
તાઈવાનના પ્રમુખ લાઈ ચિંગ તેઓ ઠ પોસ્ટ પર લખ્યું ચૂંટણી જીત માટે મારા તરફથી હાર્દિક વધાઈ. આપણે ઝડપભેર આગળ વધી ભારત-તાઈવાન ભાગીદારીને ઝડપથી આગળ વધાવા, વ્યાપાર તથા ટેકનોલોજી ભાગીદારીની દિશામાં આગળ વધશે તેવી પણ આ સાથે આશા વ્યક્ત કરૃં છું. જેથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધ દિશામાં યોગદાન આપી શકીએ.
તેના જવાબમાં મોદીએ ઠ પર લખ્યું ચિંગ તે લાઈ આપના ઉષ્માભર્યા સંદેશા માટે ધન્યવાદ આપણે પરસ્પરને લાભદાયી બને તેવા આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધતા હજી પણ વધુ ઘનિષ્ઠ સંબંધોની આશા રાખું છું. શુક્રવારે આ સંદેશાઓનાં આદાન-પ્રદાનથી ચીન ભડકી ઉઠયું છે. પરંતુ તાઈવાને કહ્યું અમે તમારી ધમકીઓથી ડરવાના નથી.