'ભારત સાથેના સંબંધોને માન, મંદિરોની મુલાકાત લીધી..' સુનકને આ કારણે હરાવવામાં સફળ થયા સ્ટાર્મર
Image: Facebook
Keir Starmer: બ્રિટનમાં લેબર પાર્ટી લાંબા સમય બાદ સત્તામાં વાપસી કરી રહી છે. લેબર પાર્ટીની જીતના નાયક બન્યા કીર સ્ટારમર બન્યા છે. ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવનાર 61 વર્ષના કીર સ્ટારમર વ્યવસાયે વકીલ છે. વર્ષ 2015માં તેમણે પહેલી વખત બ્રિટિશ સંસદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કીર સ્ટારમર બ્રિટનના નવા વડાપ્રધાન બનવાની રેસમાં છે. જોકે, તેમના માટે એ એટલું સરળ રહ્યું નથી. લેબર પાર્ટીને લઈને ભારતીય સમુદાયના મન બદલવા માટે કીરને ખૂબ કામ કરવું પડ્યું. આ માટે તેમણે મંદિરોની મુલાકાત કરી. આ સાથે જ ભારતીય મૂળના લોકોને રિઝવ્યા.
ભારતીય મૂળના લોકો આ કારણસર પરેશાન હતા
કીર સ્ટારમરથી પૂર્વ લેબર પાર્ટીના નેતા રહેલા જેરેમી કોર્બિનનું કાશ્મીર મુદ્દે વલણ ભારત વિરોધી રહ્યું છે. તેનાથી બ્રિટનમાં હાજર ભારતીય સમુદાય પોતાને અલગ અનુભવ કરતા હતા. જોકે કીર સ્ટારમરે બ્રિટનમાં ભારતીયો સાથે સંબંધ જોડવા મુદ્દે ધ્યાન આપ્યું છે. ગયા વર્ષે ભાષણ દરમિયાન તેમણે વિશ્વ, પર્યાવરણ અને આર્થિક સુરક્ષાના મોર્ચે ભારતની સાથે મજબૂત સંબંધો પર જોર આપ્યું હતું. કીર સ્ટારમરે કહ્યું હતું કે મારી લેબર સરકાર, ભારતની સાથે સંબંધો પર વિશેષ ધ્યાન આપશે. અમે લોકતંત્ર અને સંભાવનાઓને વહેંચાયેલ મૂલ્યોને ધ્યાનમાં રાખતા સંબંધ બનાવીશું. તેમણે કહ્યું હતું કે આમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ સામેલ હશે, જે બંને દેશોની મહત્વાકાંક્ષા છે. સાથે જ સાથે અમે ગ્લોબલ સિક્યોરિટી, ક્લાઈમેટ સિક્યોરિટી અને ઈકોનોમિક સિક્યોરિટી પર નવી વ્યૂહાત્મક ભાગીદારી કરશે.
સ્વામિનારાયણ મંદિર પણ ગયા
કીર સ્ટારમરના 2024ના ઈલેક્શન મેનિફેસ્ટોમાં પણ ભારતની સાથે સંબંધો પર જોર આપવામાં આવ્યું છે. તેમાં સુરક્ષા, શિક્ષણ, તકનીક અને પર્યાવરણ પર ગાઢ સહયોગની વાત કહેવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં તે લંડનના કિંગ્સબરી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર પણ ગયા હતા. લોકો સાથે વાત કરતા કીરે આશ્વાસન આપ્યું હતું કે બ્રિટનમાં હિંદુફોબિયા માટે કોઈ સ્થાન નથી. ઉલ્લેખનીય છે કે કીરનું બાળપણ ખૂબ સંઘર્ષમય રહ્યું છે. તેમણે પોતાના અમુક ભાષણોમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે. એક સાધારણ બેકગ્રાઉન્ડથી ઉઠીને આજે કીર સ્ટારમર બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં છે. કીરના જીવનનું સૌથી મોટું દુ:ખ તેમની માતાનું મૃત્યુ છે, જેઓ કીરના એમપી બનવાના થોડા જ દિવસ બાદ ગુજરી ગયા.