War : ગાઝામાં હમાસના આતંકીઓનો સફાયો કરવા ઈઝરાયલની મોટી કાર્યવાહી, ટનલમાં પાણી ભરવાનું શરૂ કર્યું
ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓને જડમૂળમાંથી ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે
ઈઝરાયેલનું માનવું છે કે, હમાસ બંધકો, લડવૈયાઓ અને યુદ્ધ સામગ્રી છુપાવવા માટે સુરંગોનો સહારો લઈ રહ્યું છે
તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધને આજે બે મહિનાથી વધારે સમય થવા આવ્યો પરંતુ હજુ સુધી તેમનો સંઘર્ષ ચાલુ છે. જ્યા એક બાજુ પેલેસ્ટાઈન યુદ્ધને ખતમ કરવા માટે સમર્થન કરી માંગી રહ્યુ છે, તો બીજી તરફ ઈઝરાયેલ તેના જવાબમાં કડક કાર્યવાહી કરી રહ્યુ છે. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓને જડમૂળમાંથી ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે અને તેના માટે ઈઝરાયેલ નવી તરકીબ અજમાવી રહ્યુ છે. હવે ઈઝરાયેલ લશ્કર સુરંગોમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા અને જડમુળમાંથી ખતમ કરવા માટે સમુદ્રમાંથી ટનલમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.
સુરંગોનો નષ્ટ કરવા માટે...
એક રિપોર્ટ પ્રમાણે અજ્ઞાત અમેરિકી અધિકારીઓ દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું હતું કે, હવે ઇઝરાયેલી સેના ગાઝામાં હમાસની સુરંગોમાં દરિયાનું પાણી ભરી રહી છે. જેના કારણે આ સુરંગોને નષ્ટ કરવામાં મદદ મળશે.
આ માટે ઇઝરાયેલ નાશ કરવા માંગે છે
માહિતી મુજબ અધિકારીઓએ કહ્યુ કે, ઈઝરાયેલનું માનવું છે કે, હમાસ બંધકો, લડવૈયાઓ અને યુદ્ધ સામગ્રી છુપાવવા માટે સુરંગોનો સહારો લઈ રહ્યું છે. જોકે, દરિયાઈ પાણીની મદદથી સુરંગોને નષ્ટ કરવાની પ્રક્રિયામાં હજુ કેટલાક અઠવાડિયા લાગી શકે છે.