ન્યૂયોર્કમાં યોજાનારી ઇન્ડિયા-ડે-પરેડમાં રામ મંદિરની પ્રતિકૃતિનો ફલોટ મુખ્ય આકર્ષણ બની રહેવાનો છે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
ન્યૂયોર્કમાં યોજાનારી ઇન્ડિયા-ડે-પરેડમાં રામ મંદિરની પ્રતિકૃતિનો ફલોટ મુખ્ય આકર્ષણ બની રહેવાનો છે 1 - image


આ પ્રતિકૃતિ ૧૮ ફીટ લાંબી, ૯ ફીટ પહોળી અને ૮ ફીટ ઊંચી હશે, ૧૯૮૧ થી દર ૧૫મી ઓગસ્ટે ન્યૂયોર્કમાં ઇન્ડિયા-ડે-પરેડ યોજાય છે

ન્યૂયોર્ક: ન્યૂયોર્કમાં દર ૧૫મી ઓગસ્ટે - ઇન્ડિયા-ડે-પરેડ યોજાય છે. ૧૯૮૧થી આ પરંપરા શરૂ થઈ છે. આ પરેડમાં હજ્જારો ભારતવાસીઓ ભાગ લે છે. આ વર્ષની ઇન્ડિયા-ડે-પરેડ તો વિશિષ્ટ બનવાની છે. આ પરેડમાં દર વર્ષે વિવિધ 'ફલેટેસ' પણ હોય છે. આ વર્ષે આ ફ્લોટ્સ સાથે અયોધ્યા સ્થિત રામમંદિરનો પણ ફલોટ રહેશે. આ માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (વીએચપીએ)ના મહામંત્રી અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે આ ફલોટ ઉપર ૧૮ ફીટ લાંબી, ૯ ફીટ પહોળી અને ૮ ફીટ ઊંચી અયોધ્યાના રામ-મંદિરની પ્રતિકૃતિ રહેશે.

આ વર્ષના જાન્યુઆરીની ૨૨મીએ અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભગવાન શ્રીરામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તે સમયે ટોચના વિદ્વાન આચાર્યો ઉપસ્થિત હતા. જેઓએ વેદિક-મંત્રોચ્ચારો સાથે આ પ્રાણ-પ્રતિષ્ઠા કરાવી હતી. આ સમારંભને અમેરિકા સ્થિત હિન્દુઓ સહિત વિશ્વભરમાં રહેલા હિન્દુઓએ વધાવી લીધો હતો.

ન્યૂયોર્ક સહિત અમેરિકાના અન્ય શહેરોમાં પણ ૧૫મી ઓગસ્ટનો ભારતનો સ્વાતંત્ર્ય દિન ઊજવવામાં આવે છે. ન્યૂયોર્કમાં યોજાનારા આ ભારત દિવસની પરેડમાં હજ્જારો ભારતીયો ભાગ લેવાના છે તે નિશ્ચિત છે. એવો અંદાજ છે કે આ વખતે ૧,૫૦,૦૦૦ જેટલો માનવ મહેરામણ ઉમટશે તેવી ગણતરી બંધાઈ રહી છે. આ પરેડ ઇસ્ટ થર્ટીએટ સ્ટ્રીટથી શરૂ થઈ ઇસ્ટ ટવેટિએથ સ્ટ્રીટ સુધી પ્રવાસ કરશે અને ઇસ્ટ ટેવનિયેસ્ટ સ્ટ્રીટ વિરમી રહેશે તેમ પણ અમિતાભ મિત્તલે જણાવ્યું હતું.



Google NewsGoogle News