બાયડન નહીં તો કોણ? ભારતીય મૂળના મહિલા સહિત છ નેતાઓ રેસમાં આગળ, ટ્રમ્પને આપશે ટક્કર
Replacement Of Jo Biden: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ પોતાના શરીર પર નિયંત્રણ ન ધરાવતા નજરે ચડ્યા છે. વરિષ્ઠ બાયડન હવે આટલી મોટી જવાબદારી સંભાળવા માટે તૈયાર નથી. હાલમાં જ રાષ્ટ્રપતિ પદ માટે વિવાદ સર્જાયો હતો. જેમાં બાયડન પોતાના વિપક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં નબળા જોવા મળ્યા છે. ડેમોક્રેટ્સ પાર્ટી હવે બાયડનના સ્થાને નવો મજબૂત ઉમેદવાદ લાવી શકે છે.
શિકાગોમાં યોજાનારી બેઠક માટે મતદાન થશે. જેમાં પાર્ટીના 700 સભ્યો ભાગ લેશે. ડેમોક્રેટ્સ પાર્ટી જે ઉમેદવાર માટે બહુમતિ દર્શાવશે, તેને પાર્ટીનો ઉમેદવાર બનાવવામાં આવશે. ઓગસ્ટના અંતમાં થનારી ચૂંટણી બાદ પાર્ટી પાસે માત્ર અઢી મહિનાનો સમય હશે, જ્યારે તે નવા ઉમેદવારનો પ્રચાર કરી શકશે. બીજી બાજુ રિપબ્લિકન્સે સંપૂર્ણપણે ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે લાંબા સમયથી તેના માટે પ્રચાર કરી રહી છે. ડેમોક્રેટ્સ માટે આ ચૂંટણી આકરી થતી જાય છે. તે ચૂંટણીનો માહોલ સર્જાય તે પહેલાં જ હારનો અનુભવ કરી રહી છે. પાર્ટીના સાંસદ લૉયડ ડોગેટએ જાહેરાત કરી હતી કે, બાયડને પોતાનું નામ ઉમેદવારીમાંથી પરત ખેંચી લેવુ જોઈએ.
કોણ ઉમેદવારી નોંધાવી શકે છે?
ગૈવિન કિસ્ટ્રોફર ન્યૂસમ એક બિઝનેસમેન ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય છે. કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમે બાયડનના રિપ્લેસમેન્ટને મૂર્ખતા કરાર કરતાં જણાવ્યું હતું કે, આમ નહીં બને, પરંતુ 56 વર્ષના આ બિઝનેસમેન મજબૂત ઉમેદવાર દર્શાવવામાં આવી રહ્યા છે. ઈલિનોઈસના ગવર્નર જે રોબર્ટ પ્રિત્જકર લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય રહ્યા છે. અમેરિકાના સૌથી ધનિકોમાં એક પ્રિત્જકર પાર્ટી માટે પ્રબળ ઉમેદવાર બની શકે છે. તેમણે મહિલાઓ માટે સારા કાર્યો છે. અમેરિકામાં આજે પણ તમામ રાજ્યોમાં ગર્ભપાતનો અધિકાર નથી. જ્યારે પોતાના રાજ્યમાં તેમણે તેને કાયદેસર મંજૂરી આપી છે.
કમલા હેરિસ સૌથી મજબૂત ઉમેદવાદ
હેરિસનું નામ વારંવાર લેવામાં આવી રહ્યુ છે. 59 વર્ષીય કમલા હેરિસ હાલ વાઈસ પ્રેસિડન્ટ પણ છે. તે મજબૂત છબી સાથે પ્રથમ પસંદગી પણ છે. બાયડનના સ્વાસ્થ્ય અંગે જે અટકળો લગાવવામાં આવી રહી છે, તેના લીધે તે તો રાજીનામુ આપે તો થોડા સમય માટે હેરિસ આપોઆપ રાષ્ટ્રપતિ બની જશે. ડેમોક્રેટ્સ માટે તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરવી સરળ બનશે. 52 વર્ષીય ગ્રેચેન વ્હાઇટમરને પણ દાવેદાર માનવામાં આવે છે. જો બાયડન પોતે વ્હાઈટમરની પ્રશંસા કરતાં રહે છે. ડેમોક્રેટ્સ પાર્ટીમાં રહીને, તેણે બંદૂકના કાયદાને વધુ કડક બનાવવા, ગર્ભપાત પરના પ્રતિબંધને દૂર કરવા અને બાળકો માટે સાર્વત્રિક પ્રિસ્કુલિંગ જેવા મુદ્દા ઉઠાવ્યા, જેથી તે તમામ વર્ગોને જોડે છે.
અમેરિકન રાજકારણી શેરોડ કેમ્પબેલ બ્રાઉન બે દાયકા કરતાં વધુ સમયથી એક જ પાર્ટી સાથે સંકળાયેલા છે. જો કે 71 વર્ષીય કેમ્પબેલ દાવેદારોની સંભવિત યાદીમાં સૌથી વૃદ્ધ હશે, તેમ છતાં તેઓ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ કરતા લગભગ સાત વર્ષ નાના હશે. તે અવારનવાર મજૂર અધિકારોની વાત કરતો હતો. ડીન બેન્સન ફિલિપ્સ પણ દાવેદાર બની શકે છે. વર્ષની શરૂઆતમાં, તેઓ પોતે આગળ આવ્યા અને બિડેનને બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ પક્ષને તે ખાસ પસંદ ન આવ્યું. જો કે હવે મામલો જટિલ છે, આવી સ્થિતિમાં ફિલિપ્સ પણ પસંદગી બની શકે છે.
ટ્રમ્પ અને બાયડન વચ્ચે લાઈવ ડિબેટમાં શું થયું?
ગયા અઠવાડિયે, પ્રથમ રાષ્ટ્રપતિ ડિબેટમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાઈ હતી. એટલાન્ટામાં 90 મિનિટની આ ડિબેટ CNN દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ચર્ચામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-યુએસ સંબંધો, ગર્ભપાત, બંદૂકની હિંસા, ટેક્સ, મોંઘવારી, બેરોજગારી, ક્લાઈમેટ ચેન્જ અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ જેવા મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થઈ હતી. બાયડન સતત નબળા પડતા દેખાયા હતા. ટ્રમ્પે પણ તેમને શરણાર્થીઓના મુદ્દે ઘેરી લીધા હતા.