Get The App

આ શહેરમાં 500 વર્ષથી મકાન ભાડામાં કોઈ ફેરફાર નહીં, ભાડૂઆતો દર વર્ષે માત્ર 80 રૂપિયા ચૂકવે છે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Fuggerei Rent

Image: Wikipedia 


Fuggerei Rent stable In 500 Years: વિશ્વભરમાં છેલ્લા કેટલાક મહિનાથી મોંઘવારી પીક પર પહોંચી છે. મોંઘવારીમાં ભાવ વધારાની સાથે મકાનોના ભાડા પણ વધ્યા છે. પરંતુ વિશ્વમાં એક એવું શહેર પણ છે, જ્યાં છેલ્લા 500 વર્ષથી કોઈ ભાડું વધારવામાં આવ્યું નથી. આ શહેરમાં રહેતાં લોકો વર્ષમાં એક ડોલર જેટલું જ ભાડું ચૂકવે છે.

જર્મનીના ઓગ્સબર્ગના ફુગેરેઈ વિસ્તારમાં વર્ષ દરમિયાન માત્ર 1 ડોલર જ ભાડું ચૂકવવું પડે છે. અહીં માત્ર 142 લોકો જ રહે છે. અહીં વર્ષ દરમિયાન 0.88 યુરો અર્થાત રૂ. 80.58 ચૂકવવા પડે છે. મોંઘવારીના આ યુગમાં રૂ. 80માં એક કિલો દાળ પણ આવતી નથી, પરંતુ ફુગેરેઈમાં રૂ. 80માં આખા વર્ષ દરમિયાન ભાડે રહી શકો છો.

તેની સ્થાપના ફુગેર પરિવારે 16મી સદીમાં કરી હતી. પરિવાર 1367માં ઓગ્સબર્ગ આવી વસ્યો હતો. આ પરિવાર નાનો-મોટો વ્યવસાય કરતો હતો. પરંતુ ઝડપથી જ તેમણે પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું હતું અને હવે શહેરના સૌથી ધનિક પરિવારોમાં સામેલ છે. આ પરિવારે આખા શહેરમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી ખરીદી છે. આ પરિવારના જેકોબ ફુગેર શહેરના સૌથી ધનિક બૅન્કર રહી ચૂક્યા છે. તે સમાજના ગરીબ લોકો માટે સસ્તું મકાન બનાવવા માંગતા હતા. અહીંથી ફુગેરેઈની શરુઆત થઈ.

આ પણ વાંચોઃ આગામી થોડા જ વર્ષમાં 100 કરોડ લોકો બહેરાશથી પીડાશે, તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો

500 વર્ષથી એક જ ભાડું

1521માં જેકોબ ફુગેરે એક સોશિયલ હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનાવવા માટે પોતાની જમીન દાન કરી દીધી હતી. તે વિશ્વનું પ્રથમ સોશિયલ હાઉસિંગ કૉમ્પ્લેક્સ હતું. જો કે, તેમાં મકાન મેળવવા માટે અનેક શરતો મૂકવામાં આવી છે. રહેવાસી કેથોલિક હોવો જોઈએ તેમજ ઓગ્સબર્ગનો રજિસ્ટર્ડ નાગરિક હોવો જોઈએ અને શાખ સારી હોવી જોઈએ.

આ શરતોનું પાલન કરવું જરૂરી

મકાન ભાડે લેનારે ફુગેર પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવી પડશે. તેમજ રાત્રે 10 વાગ્યે કરફ્યુના નિયમનું પાલન કરવું પડશે. આ કૉમ્પ્લેક્સને ફંડ પૂરું પાડવા એક ચેરિટેબલ ટ્રસ્ટની પણ સ્થાપના કરવામાં આવી છે.

યુદ્ધમાં અનેક વખત નુકસાન થયું

યુદ્ધ દરમિયાન ફુગેરેઈને અનેક વખત નુકસાન પહોંચ્યું હતું. તેને વારંવાર ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ ભાડાની શરતો આજે પણ યથાવત છે. કરફ્યુમાં પણ ઘણા અંશે રાહત આપવામાં આવી છે. તમે મોડી રાત્રે ઘરે આવી શકો છો, જેના માટે ગાર્ડને એડવાન્સમાં જણાવવાનું રહેશે. છેલ્લા 500 વર્ષમાં વિશ્વભરના મકાનોના ભાડા અનેકગણા વધ્યા છે. પરંતુ ફુગેરેઈના નિવાસીઓ આજે પણ 0.88 યુરો ભાડું ચૂકવી રહ્યા છે. આ શહેરમાં 500 વર્ષથી મકાન ભાડામાં કોઈ ફેરફાર નહીં, ભાડૂઆતો દર વર્ષે માત્ર 80 રૂપિયા ચૂકવે છે 2 - image


Google NewsGoogle News