Get The App

રાજકપૂરનાં ચલચિત્ર 'આવારા'નાં ગીતને યાદ કર્યું 'સર પે લાલ ટોપી રૂસી ભી દિલ હૈ હિન્દુસ્તાની'

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
રાજકપૂરનાં ચલચિત્ર 'આવારા'નાં ગીતને યાદ કર્યું 'સર પે લાલ ટોપી રૂસી ભી દિલ હૈ હિન્દુસ્તાની' 1 - image


- નરેન્દ્ર મોદીએ રશિયામાં ભારત-રૂસ સંબંધોની યાદ આપી

- વડાપ્રધાને મોસ્કો સ્થિત ભારતીયોને કરેલાં સંબોધનમાં રાજકપૂર અને મિથુન ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો સાથે કહ્યું : દુનિયા જુએ છે કે 'ભારત બદલાઈ રહ્યું છે'

મોસ્કો, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત પરત આવતાં પૂર્વે મોસ્કો સ્થિત ભારતીયોને સંબોધન કરતાં પ્રસિદ્ધ અભિનેતાઓ રાજકપૂર અને મિથુન ચક્રવર્તીને સંભાર્યા હતા, અને કહ્યું હતું કે 'ભારત અને રશિયાની મૈત્રી ગાઢ બનાવવામાં તેઓનો પણ મહત્વનો ફાળો છે'

ભારત રશિયા સંબંધો વિષે આગળ બોલતાં તેઓએ કહ્યું કે 'હું પણ રશિયાને પ્રેમ કરૂં છું. રશિયા શબ્દ સાંભળતાં જ દરેક ભારતીયોના હૃદયમાં ધ્વનિ જાગે છે' આ દેશ હંમેશાં આપણે સુખ-દુ:ખનો સાથી છે. શીયાળાના સમયમાં ટેમ્પરેચર ભલે ગમે તેટલું અહીં (મોસ્કોમાં) માઇનસમાં જાય પરંતુ ભારત-રશિયાની મૈત્રી હંમેસાં પ્લસમાં જ રહે છે.

આ સંબંધો આપસી વિશ્વાસ એ પારસ્પરિક સન્માનના પાયા ઉપર ઉભા છે. સમય એક એવો પણ હતો કે રાજકપૂરનાં અમર ચલચિત્ર 'આવારા'નું તેટલું જ અમરગીત 'સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' ઘર ઘરમાં ગવાતું હતું. તે યુગમાં રાજકપૂર અને મિથુન ચક્રવર્તી તેમ બંને કલાકારોએ ભારત અને રશિયાની મૈત્રી પ્રગાઢ બતાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ભારતીય ડાયાસ્પોરા સાથેની આ બેઠકમાં વડાપ્રધાન મોદી તેઓનાં રીયલ એલિમેન્ટમાં દેખાતા હતા. તે સમયે આપેલાં વક્તવ્યમાં તેમણે પ્રમુખ પુતિનની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે બબ્બે દશકોથી પણ વધુ સમય સુધી તેઓએ સહયોગ ઘનિષ્ટ કરવામાં અસામાન્ય પ્રદાન કર્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં હું છઠ્ઠીવાર રશિયા આવ્યો છું. આ ૧૦ વર્ષમાં અમે પરસ્પરને ૧૭ વાર મળ્યા છીએ તે પારસ્પરિક આદર અને વિશ્વાસ દર્શાવે છે.

યુદ્ધમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પહોંચાડવામાં તેઓએ કરેલી સહાય માટે હું તેઓનો આભારી છું. વક્તવ્યનાં સમાપનમાં વડાપ્રધાને ભારતે સાધેલી પ્રગતિની રૂપરેખા આપવા સાથે કહ્યું હતું કે દુનિયા જોઈ રહી છે કે ભારત બદલાઈ રહ્યું છે.


Google NewsGoogle News