Red Sea Attacks: લાલ સાગરમાં શરૂ થયું વધુ એક યુદ્ધ! જાણો શું છે રેડ સી અને શું ત્યાંનું પાણી છે લાલ ?
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ હવે રેડ સી ચર્ચામાં છે
અમેરિકાએ પણ રેડ સીમાં હુતી બળવાખોરોના હુમલાનો જવાબ આપ્યો છે
હુથીબળવાખોરો દ્વારા શા માટે કરવામાં આવ્યો હુમલો?
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના આક્રમણને રોકવા માટે ઈઝરાયલ અને તેમને સપોર્ટ કરતા દરેક જહાજને નિશાન બનાવશે તેવી જાણકારી હુથી બળવાખોરો દ્વારા આપવામાં આવી હતી. આ કારણે તેમને ઘણા જહાજોને હુમલાના નિશાન બનાવ્યા છે. જહાજો પર મિસાઈલ દ્વારા હુમલા પણ કરવામાં આવ્યા છે. ત્યારે સામે અમેરિકન આર્મીએ આ બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ અને એક ડઝનથી વધુ ડ્રોન તોડી પાડી છે.
રેડ સી શું છે?
ભૂમધ્ય સમુદ્રના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત રેડ સીને લાલ સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે અને તે અરબ સાગર સાથે જોડાયેલો છે. તે આશરે 438,000 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. તેની આસપાસ ઈઝરાયલ, જીબુટી, સુદાન, યમન અને ઇજિપ્ત જેવા દેશ આવેલા છે.
શા માટે તેનો રંગ લાલ છે?
પ્રાચીન ગ્રીક નામ એરીથ્રેઅન થાલાસા પરથી તેનું નામ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત હિબ્રુમાં તેને યમ સુફ અથવા રીડ્સનો સાગર કહેવામાં આવે છે અને ઇજિપ્તની ભાષામાં તેને "ગ્રીન સ્પેસ" તરીકે ઓળખવામાં આવે છે. રેડ સીને દુનિયાનો સૌથી ખારો સાગર તેમજ તેને કોઈપણ નદી વગરનો સમુદ્ર માનવામાં આવે છે. તેના લાલ અને ભૂરા રંગની પાછળનું કારણ તેમાં જોવા મળતા ટ્રાઇકોડેમિયમ એરીથ્રેયમ નામના સાયનો બેક્ટેરિયા છે.
શું છે રેડ સીનું મહત્વ?
રેડ સી ભૂમધ્ય પૂર્વને ઉત્તરીય અને પશ્ચિમી દુનિયા સાથે જોડતો હોવાથી તે એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. આ સમુદ્રી માર્ગનો ઉપયોગ વિવિધ દેશો વચ્ચે વેપાર, સાંસ્કૃતિક, રાજકીય અને નૌકાદળ પ્રવૃત્તિઓ માટે થાય છે. આથી તેનું આર્થિક અને રાજકીય મહત્વ છે. આ દરિયાઈ વિસ્તાર વિશ્વવ્યાપી વેપાર, વિપુલ પ્રમાણમાં દરિયાઈ ખનિજ, તેલ અને ગેસ સંસાધનોના કારણે ઉર્જા ક્ષેત્રે તેનું મહત્વનું યોગદાન છે. તેમજ તેની નજીક વેપાર માટે પ્રખ્યાત એવા જેદ્દાહ, અલ ખોબર, અલ-બાહા, હુરઘાડા જેવા મોટા શહેરો છે.