દુબઈમાં રેકોર્ડ વરસાદ અને પૂર!... 75 વર્ષ બાદ બનેલીઘટના
દુબઈમાં ક્યારેય ન પડયો હોય તેટલો ૨૫૯ મી.મી વરસાદ ૨૪ કલાકમાં જ પડતા વિશ્વને આશ્ચર્ય થયું હતું. માત્ર દુબઈ જ નહીં શારજાહ અને યુનાઈટેડ આરબ અમીરાતના પ્રાંતમાં પણ વરસાદે જનજીવન ઠપ્પ કરી નાંખ્યું હતું. દુબઈ એરપોર્ટમાં ૧૪૪ મી.મી.પાણી ભરાઈ જતાં ફ્લાઇટ પર અસર પડી હતી. યુ.એ.ઇ.માં દોઢ વર્ષમાં પડે તેટલો વરસાદ એક દિવસમાં પડયો હતો. ૭૫ વર્ષ પહેલાં આ પ્રકારનો વરસાદ પડયો હતો.. અલ નીનોની અસરને લીધે સમુદ્રનું ઉષ્ણતામાન વધે ત્યારે આવી રીતે વરસાદ માટેના વાદળો બંધાતા હોય છે.