પતિને યુક્રેનથી પાછા બોલાવો,રશિયામાં આર્મી જવાનોની પત્નીઓએ માંગ કરી
રશિયા અને યુક્રેન યુધ્ધને ૫૦૦ દિવસ પુરા થતા પરિવારજનોને ચિંતા
યુધ્ધ લાંબુ ચાલ્યું હોવાથી ખૂબજ તણાવ અને ચિંતા રહે છે
નવી દિલ્હી,૫ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
રશિયા અને યુક્રેનની લડાઇ ૫૦૦ દિવસને પાર કરી ગઇ છે. રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનને ખૂબ નુકસાન થયું છે તેમ છતાં રશિયા જીત્યું નથી અને યુક્રેન હાર્યુ નથી. રશિયાએ યુક્રેનની ભૂમિ પર ખૂબ વેઠવી પડી છે ત્યારે સૈનિકોનું મનોબળ જળવાઇ રહે તે માટે પ્રયાસ થઇ રહયા છે. એક સમયે પ્રાઇવેટ આર્મી વેગનર ગુ્રપને પણ યુક્રેનમાં ઉતારવામાં આવ્યું હતું. યુક્રેનમાં લાંબા સમયથી યુધ્ધ લડી રહેલા રશિયાના સૈનિકોની પત્નીઓ અને પરિવારજનોની ધીરજ ખુટી રહી હોય એમ મોસ્કો ખાતે પ્રદર્શન કર્યુ હતું.
ખાસ કરીને સૈનિકોની પત્નીઓએ પોતાના પતિને યુક્રેનથી રશિયા પાછા બોલાવવાની માંગ કરી હતી.રસ્તા પર ઉતરેલી જવાનોની પત્નીઓએ પોતાની રજૂઆત સાથે સરકારનું ધ્યાન દોર્યુ હતું. ૩ ફેબુ્આરીના રોજ રશિયા અને યુક્રેન યુધ્ધને ૫૦૦ દિવસ પુરા થતા સૈનિકોના પરિવારજનો રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનની બહાર સૈનિકોની યાદમાં સ્મારક ટુમ્બે ઓફ ધ અનનોન સોલ્જર પાસે એકઠા થયા હતા.
આ સ્મારક ઉપર દેશ માટે શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ સાથે જ યુક્રેનમાં ફરજ બજાવી રહેલા સૈનિકોને પાછા બોલાવવાની માંગ કરી હતી. પરિવારજનોની રજૂઆત હતી કે યુધ્ધ લાંબુ ચાલ્યું હોવાથી ખૂબજ તણાવ અને ચિંતા રહેવા લાગી છે. 2022માં 3 લાખ જેટલા રિઝર્વ સૈનિકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સરકારે યુધ્ધમાં ઉતાર્યા હતા. જેમાંથી કેટલાકનો રિઝર્વ સમય પુરો થયો હોવા છતાં પાછા બોલાવવામાં આવ્યા નથી.