દમાસ્કસ સ્થિત ઇરાનના દૂતાવાસ પર વિપ્લવીઓનો હુમલો : ભારે તોડફોડ કરી
- ઇરાન દૂતાવાસના કર્મચારીઓ નાસી છૂટયા
- આસદનું ઇરાન સમર્થક છે : તેથી બળવાખોરો ખારે ભરાયા હતા : અન્ય દૂતાવાસો પણ સાવચેત છે
દમાસ્કસ : અહીં રહેલાં ઇરાનના દૂતાવાસ ઉપર રવિવારે સીરીયન બળવાખોરોએ હુમલો કર્યો હતો. ઇસ્લામના ચૂસ્ત અનુયાયી તેવાં રાષ્ટ્રોનાં શુક્રવારે રજા હોય છે. આ હુમલો થશે તેવી માહીતિ મળતાં ઇરાનના દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓ ઝડપભેર દૂતાવાસ ખાલી કરી નાસી છૂટયા હતા, તેથી બચી ગયા. પણ બળવાખોરોએ દૂતાવાસમાં પ્રવેશી ભારે તોડફોડ કરી નાખી હતી.
આ અંગે માહિતી આપતાં ઇરાનના સ્ટેટ ટીવી બ્રોડકાસ્ટરે ટીવી ઉપર દૂતાવાસની પરિસ્થિતિ દર્શાવતાં કહ્યું કે કેટલાક અજાણ્યો લોકોએ આપણા દમાસ્કસ સ્થિત દૂતાવાસ ઉપર હુમલો કર્યો હતો, અને ત્યાં તોડપોડ કરી હતી જે તમો આ તસ્વીરોમાં જોઈ શકો છો. આ તસ્વીરો અલ અરેબિયાએ લીધેલી છે.
ઇરાનના વર્તમાનપત્ર તહેરાન ટાઇમ્સ જણાવે છે કે તે હુમલો થયો તે પૂર્વે ઇરાનના રાજદ્વારીઓ દૂતાવાસ છોડી બહાર નીકળી ગયા હતા. જો કે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સલામત છે, તેમ ઇરાનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકીએ જણાવ્યું હતું.
ઇરાનના વિદેશ મંત્રાલયે વધુમાં તેવું જણાવ્યું હતું કે, હજી આસદના પતન વિશે ચોક્કસ માહિતી નથી. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અર્ધચ
ીએ શનિવારે કહ્યું હતું કે, બળવાખોરો વિદ્યુતવેગે આગળ ધસી રહ્યા છે પરંતુ હજી તેમણે દમાસ્કસ ઉપર કબજો મેળવ્યો નથી. સીરીયાની સરકાર અને બળવાખોરો વચ્ચે મંત્રણાઓ શરૂ કરવાનો દોર ચાલે છે.
જો કે હવે તે વાત ઉપર તો પર્દો પડી ગયો છે. બળવાખોરોએ સીરીયા કબજે કર્યું છે તે લગભગ નિશ્ચિત છે.