યુક્રેનને ફરી શસ્ત્ર સજ્જ કરવામાં અસામાન્ય અવરોધો ઉપસ્થિત થયા
- યુરોપ પાસે, TNT અન્ય પ્રોમેલન્ટ શેલ્સ તથા મિસાઇલ્સ ખૂટી પડયાં છે : આર્ટિલરી શેલ્સ પણ ખતમ થઈ ગયા છે
લંડન : યુદ્ધ-ભૂમિ ઉપર યુક્રેન બધી તરફથી માર ખાઈ રહ્યું છે. તેની પાસે શસ્ત્ર સરંજામ તેમજ માનવબળ પણ તૂટી રહ્યું છે. ત્યારે યુરોપ યુક્રેનને શસ્ત્ર સરંજામ પહોંચાડવા અથાક પ્રયત્નો કરી રહ્યું છે.
નિરીક્ષકોનું એક અનુમાન તેવું પણ છે કે અમેરિકા અત્યારે ઇઝરાયલને શસ્ત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે. બીજી તરફ તાઈવાન ઉપર તળભૂમિ પરનું સામ્યવાદી ચીન ગમે ત્યારે હુમલો કરે તેવી ભીતિને લીધે તાઇવાનને જલ થલ અને આકાશ તેમ ત્રણે રીતે રક્ષવા તેને અઢળક સહાય આપી જ રહ્યું છે. એ સહાય આપવી જ પડે તેમ છે. નહીં તો તેના પશ્ચિમ પેસિફિકનું દ્વારા ચીન માટે ખુલ્લું થઈ જાય તેમ છે. તેથી અત્યારે તે યુક્રેનને વધુ સહાય કરી શકે તેમ નથી. પરિણામે, યુરોપ મહા પ્રયત્ને તેના આર્ટિલરી શેલ્સ, મિસાઇલ્સ વગેરેનું ઉત્પાદન વધારી રહ્યું છે. તેણે માર્ચ ૧૫ સુધીમાં ૫૦ મિલિયન યુરો (૫૪૨ મિલિયન ડોલર્સ) શસ્ત્ર સરંજામમાં ઉત્પાદન માટે જુદા તારવ્યા છે. પરંતુ શસ્ત્રાસ્ત્રોનું ઉત્પાદન ગતિ પકડી શકયું નથી. વાસ્તવમાં યુરોપને શસ્ત્ર-ઉત્પાદન વૃદ્ધિનો વિચાર જ ઘણો મોડો આવ્યો છે. પરિણામે તે યુક્રેનને તેને જરૂરી શસ્ત્રો સમયસર પહોંચાડી શકતું નથી. તેટલું જ નહીં પરંતુ જે કંઈ શસ્ત્રો પહોંચાડે છે તે પ્રમાણમાં ઓછા પડે છે. આમ ખરેખરી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
વિશ્લેષકો પૈકીના કેટલાયનું કહેવું છે કે યુક્રેને નાટોમાં ભળવાની તેની તૈયારી દર્શાવી તે બહુ મોટી ભૂલ હતી. રશિયા સાથે મિનસ્કમાં થયેલા કરારો પ્રમાણે તે રશિયાના વિરોધીઓને સાથ આપવાનો ન હતો. બીજી તરફ રશિયા તેના પેટ નીચે જ વિદેશી સત્તા વિરોધી સત્તા ચલાવી તે માની શકાય તેમજ નથી. બાયડેને પોલેન્ડ તથા બાલ્ટિક સમુદ્રના તટ પરના રાષ્ટ્રોને પણ નાટોમાં સામેલ કરી રશિયા જે તેનું દ્વિતિય વિશ્વ યુદ્ધના અંતથી વિરોધી છે. તે હવે અમેરિકા અને પશ્ચિમના દેશોનું ઝનૂની વિરોધી થઇ ગયું છે. બે પાડાની લડાઇમાં ઝાડનો ખો નીકળી રહ્યો છે.