Get The App

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ પદે પહેલી વખત ભારતીય વિદ્યાર્થિની

Updated: Feb 14th, 2021


Google NewsGoogle News
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ પદે પહેલી વખત ભારતીય વિદ્યાર્થિની 1 - image

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર

દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સિટીઓ પૈકીની એક અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ તરીકે ભારતની વિદ્યાર્થિની રશ્મિ સાવંતની વરણી થઈ છે.

મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરૂ કર્યા બાદ કર્ણાટકની રશ્મિ સાવંતે સાત મહિના પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતુ અને ત્યારે તેણે વિચાર્યુ પણ નહોતુ કે આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની તે ચૂંટણી લડશે અને હજારો વિદ્યાર્થીઓ તેને વોટ આપશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય વિદ્યાર્થિની આ ચૂંટણી જીતી છે.રશ્મિનુ કહેવુ છે કે, વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનુ લક્ષ્ય નક્કી કર્યા બાદ તેના પરથી ધ્યાન ભટકી ના જાય તે જોવુ જરુરી છે.આમ છતા પોતાના રસની પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખવી જોઈએ.

રશ્મિ હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એનર્જી સિસ્ટમ વિષયમાં એમએસસી કરી રહી છે.રશ્મિએ ચૂંટમી પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓનુ હિત સર્વોપરી હોવાનો પ્રચાર કર્યો હતો અને રશ્મિને જેટલા વોટ મળ્યા હતા તેટલા વોટ બાકીના ત્રણ હરિફોને ભેગા થઈને પણ મળ્યા નહોતા.


Google NewsGoogle News