ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે શોધાઇ સૌથી દૂલર્ભ વહેલ, છેલ્લા ૨૦૦ વર્ષમાં મળ્યા છે માત્ર ૬ નમૂના
લાંબા સમય સુધી સંશોધન માટે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા
વાંકા ચૂકા દાંતવાળી વ્હેલની ચાંચ પાંચ મીટર જેટલી લાંબી છે
વેલિંગન્ટન,૧૭ જુલાઇ,૨૦૨૪,બુધવાર
ન્યુઝીલેન્ડમાં દરિયાકાંઠે એક એવી દુલર્ભ વ્હેલ મળી છે જે આજ સુધી કયારેય જોવા મળી નથી. જો કે કમનસીબીએ છે કે વ્હેલ મૃત મળી છે. વૈજ્ઞાનિકોએ દુલર્ભ વ્હેલની તપાસ કરીને માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે આ વાંકા ચૂકા દાંતવાળી વ્હેલ છે જેની ચાંચ પાંચ મીટર લાંબી છે. નર વ્હેલનું મૃત શરીર ૪ જુલાઇના રોજ દક્ષિણી ઓટાગો પ્રાંતમાં એક નદીના મુખ વહેણ પાસે મળ્યું હતું. વ્હેલની સારી રીતે પુષ્ઠિ થાય તે માટે ડીએનએ તપાસ શરુ કરવામાં આવી છે.
સંરક્ષણ વિભાગના તટીય સંચાલક ગેબે ડેવિસે વ્હેલ માછલી અંગે જણાવ્યું હતું કે ૧૮૦૦ના દાયકા પછી દુનિયા ભરમાં માત્ર ૬ નમુના જ ડોક્યુમેન્ટ થઇ શકયા છે. જેમાં એકને બાદ કરતા તમામ ન્યૂઝીલેન્ડમાંથી મળેલા છે. ન્યુઝીલેન્ડના સંરક્ષણ વિભાગના ટેકનિકલ સલાહકારનું માનવું છે કે આ વ્હેલ અત્યંત દુલર્ભ પ્રજાતિની છે. આ જાનવર કયા અને કેવી રીતે રહે છે ? તે જાણવું રસપ્રદ બનશે.
વ્હેલના મૃતદેહ પર લાંબા સમય સુધી સંશોધન થઇ શકે તે માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. તેના આનુવાંશિક નમૂનાઓ ન્યુઝીલેન્ડના સિટાસિયન ટિશૂ આર્કાઇવના ક્યૂરેટર સ્વરુપે ઓકલેંડ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા છે. ડીએનએથી ઓળખ અને ઉંડાણથી સંશોધનમાં ઘણા સપ્તાહો વિતી જશે એવું માનવામાં આવી રહયું છે.