૧૦૦ વર્ષ પહેલા લૂપ્ત થયેલા દુર્લભ પક્ષીનું એક પીંછુ ૨૩.૫૦ લાખમાં વેચાયું

આ પક્ષીને મૂળ નિવાસી માઓરી લોકો પવિત્ર માનતા હતા.

ન્યૂઝીલેન્ડમાં હુઇયા નામનું પક્ષી દાયકાઓ પહેલા લૂપ્ત થયું હતું.

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
૧૦૦ વર્ષ પહેલા લૂપ્ત થયેલા દુર્લભ  પક્ષીનું એક પીંછુ ૨૩.૫૦ લાખમાં વેચાયું 1 - image


વેલિંગ્ટન,૨૨ મે,૨૦૨૪,બુધવાર 

માઓરીના દેશ ગણાતા ન્યૂઝીલેન્ડમાં હુઇયા નામનું પક્ષી દાયકાઓ પહેલા લૂપ્ત થયું હતું. હુઇયા પક્ષીને મૂળ નિવાસી માઓરી લોકો પવિત્ર માનતા હતા. વેટલબર્ડ ફેમીલીનું એક નાનું એવું પક્ષી માનવ લાલસાનો ભોગ બનતા તેનું વંશ નિકંદન નિકળી ગયું હતું. વેટલબર્ડ ફેમિલીનું આ એક નાના રુપાળા પક્ષીના પીંછાની કિનારીએ સફેદ ટપકા અત્યંત સુંદર લાગતા હતા. આ પક્ષીના પીંછા કુલીન પરિવારોના હેડ પીસ તરીકે ઉપયોગમાં લેવાતા હતા. ગિફટ પણ આપવામાં આવતા માટે તેનો વેપાર પણ ખૂબ થતો હતો.  

૧૦૦ વર્ષ પહેલા લૂપ્ત થયેલા દુર્લભ  પક્ષીનું એક પીંછુ ૨૩.૫૦ લાખમાં વેચાયું 2 - image

હુઇયા પક્ષીના પીંછાનો વેપાર જ તેના વિનાશનું કારણ બની ગયો. હમણાં ન્યુઝીલેન્ડમાં આ પંખીના એક પીંછાની હરાજી થઇ હતી. નીલામીકર્તાએ શરુઆતમાં એક પીંછાની કિંમત ૩૦૦૦ ડોલર રાખી હતી. જો કે હરાજીના તમામ રેકોર્ડ તોડીને પીંછુ ૨૮૪૧૭ યુએસ ડોલરમાં વેચાયું હતું જેની ભારતીય રુપિયામાં અંદાજીત કિંમત ૨૩.૫૦ લાખ આસપાસ થાય છે.

ન્યૂઝીલેન્ડના મ્યુઝિયમના જણાવ્યા અનુસાર હુઇયા પક્ષી છેલ્લે ૧૯૦૭માં દેખાયું હતું. ૨૦ થી ૩૦ વર્ષ સુધી તેની હયાતીની માહિતી કયાંક મળતી રહી હતી. છેવટે પક્ષી દેખાવાનું જ બંધ થયું હતું. આટલા વર્ષો પછી પણ પીંછુ સુરક્ષાત્મક ગ્લાસમાં સારી સ્થિતિમાં સાચવવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડના લોકો આજે પણ આ પક્ષીનું પીંછા કેવા હતા તેની એક ઝલક જોવા માટે ઉત્સૂક છે. 


Google NewsGoogle News