Get The App

કોણ છે પાકિસ્તાનના પહેલા શીખ મંત્રી રમેશ સિંહ અરોડા, જેમના દાદાને મુસ્લિમ દોસ્તે ભારત નહોતા જવા દીધા

1947માં વિભાજન બાદ પંજાબ પ્રાંતના વ્યક્તિને પ્રથમવાર મંત્રીમંડળમાં સ્થાન અપાયું

સતત ત્રણ વખતથી ધારાસભ્ય ચૂંટાતા રમેશ સિંહ અરોડાને પંજાબ પ્રાંતના મંત્રી બનાવાયા

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
કોણ છે પાકિસ્તાનના પહેલા શીખ મંત્રી રમેશ સિંહ અરોડા, જેમના દાદાને મુસ્લિમ દોસ્તે ભારત નહોતા જવા દીધા 1 - image

પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાત (Punjab Province)નાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે (CM Maryam Nawaz) રમેશ સિંહ અરોડા (Ramesh Singh Arora)ને મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. અરોડા તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નારોવાલ જિલ્લામાંથી ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પાકિસ્તાનના લઘુમતી શીખ સમુદાયમાંથી મંત્રી બનનારા પહેલા વ્યક્તિ છે. મરિયમ નવાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (former Prime Minister Nawaz Sharif)ની પુત્રી છે.

1947 બાદ પંજાબ પ્રાંતના વ્યક્તિને પ્રથમવાર મંત્રીમંડળમાં સ્થાન અપાયું

48 વર્ષિક સરદાર રમેશ સિંહ અરોડાએ કહ્યું કે, ‘1947ના વિભાજન બાદ શીખ વ્યક્તિને પ્રથમવાર પંજાબ પ્રાંતના મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. હું શીખ ઉપરાંત પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત તમામ લઘુમતીઓની સુરક્ષા માટે કામ કરીશ.’

રમેશ સિંહ અરોડા કોણ છે ?

રમેશ સિંહ અરોડાનો જન્મ 11 ઓક્ટોબર-1974માં નનકાના સાહિબ શહેરમાં થયો હતો. તેમણે લાહોરની સરકારી કૉલેજ યુનિવર્સિટીમાંથી ઉદ્યોગસાહસિક અને એસએમઈ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે રાજકારણમાં આવતા પહેલા પાકિસ્તાનમાં યોજાયેલા વિશ્વ બેંકના ગરીબી નિવારણ કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં વંચિતોની સહાય માટે 2008માં મોજાજ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. પાકિસ્તાનમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં અરોડા વતન નારોવાલ જિલ્લાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ગત વર્ષે કરતારપુર કોરિડોરના રાજદૂત તરીકે તેમની નિમણૂક કરાઈ હતી.

મિત્રતાના કારણે ભારત ગયો નથી

તેમણે કહ્યું કે, ‘મારા પરિવારે 1947નાં વિભાજન વખતે ભારતના બદલે પાકિસ્તાનમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મારો જન્મ નનકાના સાહિબમાં થયો હતો, પરંતુ ત્યારબાદ અમે નારોવાલ જતા રહ્યા હતા. મારા દાદાએ મુસ્લિમ મિત્રના કહેવા પર વિભાજન વખતે પાકિસ્તાનમાં જ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મારા પરિવારે માત્ર મિત્રતા માટે જ ત્યાં રહેવાનો નિર્ણય કર્યો હતો.’


Google NewsGoogle News