'મારા માટે ભારતીય દેવતાનો મતલબ છે કે....', જાણો રાહુલ ગાંધી અમેરિકામાં ભગવાન વિશે શું બોલ્યા?
Rahul Gandhi on Hindu God: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ ટેક્સાસના ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. રવિવારે ડલાસ ખાતે યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ ભારતમાં બેરોજગારીની સમસ્યા શા માટે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય તેમણે જણાવ્યું કે તેના માટે ભગવાનનો અર્થ શું છે.
રાહુલ ગાંધીના મતે ભગવાનની વ્યાખ્યા શું છે?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ભારતમાં દેવતાનો અર્થ એવો છે કે જેની આંતરિક લાગણી તેમના બાહ્ય વ્યક્તિત્વ જેવી જ છે. એનો મતલબ એવો છે કે તે સંપૂર્ણ પારદર્શક છે, તેનો અર્થ ભગવાન નથી. જો કોઈ વ્યક્તિ જેવું વિચારે છે અને જેવું માને છે એવું જ મને કહે છે અને મન ખોલીને વ્યક્ત કરે છે તો એ જ ભગવાનની વ્યાખ્યા છે.'
આ પણ વાંચો: ‘ઘરમાં રહે, ભોજન રાંધે અને ઓછું બોલે...' મહિલાઓ વિશે RSS-BJPના વિચાર આવા છે: રાહુલ ગાંધી
આ પણ વાંચો: દેશભરમાં કેમ ભારત જોડો યાત્રા યોજી તેનું સાચું કારણ રાહુલ ગાંધીએ અમેરિકા જઈને જણાવ્યું
ભગવાન બુદ્ધ અને ભગવાન શિવ વિષે પણ વાત કરી
રાહુલે કહ્યું કે, 'જો આપણે આપણા ઐતિહાસિક નાયકોને જોઈએ. તો તમને એક્સટ્રીમ જોવા મળશે. જેમ તમે બુદ્ધને જુઓ છો. તેઓ પણ એક્સટ્રીમનું પ્રતિનિધિત્વ કરે છે. તમે ભગવાન રામ અને મહાત્મા ગાંધીને જોઈ શકો છો. વાસ્તવમાં મૂળ વિચાર ઓળખના વિનાશ કરવાનો છે. તે પોતાના અહંકારને દૂર કરવા અને બીજાને સાંભળવા વિશે છે.'
રાહુલે રાજકારણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા
વિપક્ષ નેતાનું કહેવું છે કે, 'અમારી રાજનીતિની રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારોને કેવી રીતે દબાવો છો? તમે તમારા ડર, લોભ અથવા મહત્ત્વાકાંક્ષાઓને કેવી રીતે દબાવી શકો છો અને અન્ય લોકોના ડર અને મહત્ત્વાકાંક્ષાઓનું અવલોકન કરો છો...' આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા શા માટે કરવાની જરૂર પડી તે પણ જણાવ્યું હતું.
તો આ કારણે ભારત જોડો યાત્રા કરી હતી
ભારત જોડો યાત્રાની શરૂઆત અને તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘દેશમાં વાતચીત કરવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા હતા.પહેલો સવાલ એ છે કે મેં ચાર હજાર કિલોમીટરની મુસાફરી શા માટે કરી? આનું કારણ એ હતું કે ભારતમાં કમ્યુનિકેશનના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા. અમે સંસદમાં બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું પ્રસારણ ન થયું. અમે મીડિયાનો સંપર્ક કર્યો, પરંતુ તેઓએ અમારી વાત સાંભળી નહીં. અમે કાનૂની સંસ્થાઓને દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું.’
આ વિશે વાત કરતા તેમણે ભાજપ સરકારની પણ વાત કરી. તેમણે કહ્યું કે, ‘દરેક જગ્યાએ રસ્તા બંધ થઇ ગયા હતા. જનતા સુધી કેવી રીતે પહોંચવું તે સમજાતું ન હતું. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે જો મીડિયા અને સંસ્થાઓ જનતા સાથે જોડાવા માટેનું માધ્યમ ન બની શકે તો મારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. આ માટેનો શ્રેષ્ઠ માર્ગ સમગ્ર દેશમાં પગપાળા મુસાફરી કરવાનો હતો અને મેં એ જ કર્યું.’