સુધરી જાઓ: ક્વાડે ચીન-પાકિસ્તાનને આપી ચેતવણી, મુંબઈ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ
Image: X |
QUAD warn china-pakistan : ભારત સામે અવાર-નવાર કાવતરાં કરનાર ચીન અને પાકિસ્તાનને ક્વાડ દેશોએ મળીને ચેતવણી આપી છે. ક્વાડના સંયુક્ત નિવેદનમાં 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા અને પઠાણકોટ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી. નિવેદનમાં કહેવાયું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલના 1276 સેંક્શન કમિટીના માધ્યમથી ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ક્વાડ નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદીઓની ટીકા કરી અને ચારેય દેશોએ મળીને આતંકવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ભારતે પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું
ક્વાડના સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે, મુંબઈ આતંકવાદી હુમલા અને પઠાણકોટ હુમલાને લઈને ફરીથી નિંદા કરીએ છીએ. ક્વાડ વર્કિંગ ગ્રુપની બેઠકમાં આતંકવાદીઓની સામે લડવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક ગયા વર્ષે હોનુલુલુમાં થઈ હતી અને આ વખતે નવેમ્બરમાં જાપાનમાં થવાની છે. ભારત હંમેશા પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે ઉઘાડો કરતું રહે છે. વળી, આતંકવાદને લઈને ભારતે હંમેશા કડક વલણ દર્શાવ્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકન પ્રમુખ બાઈડેને ફરી ભાંગરો વાટ્યો, PM મોદી સહિતના મહાનુભાવો પણ શરમાઈ ગયા
ક્વાડની આ ચોથી બેઠક બાદ રજૂ કરાયેલા વિલમિંગટન ઘોષણાપત્રમાં કહેવાયું હતું કે, 'ક્વાડના નેતા-સ્તરીય પ્રારૂપને ઉન્નત કર્યાના ચાર વર્ષ બાદ આ સમૂહ વ્યૂહાત્મક રીતે પહેલાંથી વધુ મજબૂત થઈ ગયું છે. ક્વાડ એક સારા ઉદ્દેશથી બનાવાયેલું સમૂહ છે, જે ઇન્ડો-પેસિફિક પર વાસ્તવિક, સકારાત્મક અને સ્થાયી પ્રભાવ પાડે છે. અમે આ તથ્યની ઉજવણી કરીએ છીએ કે, ફક્ત ચાર વર્ષમાં ક્વાડ એક મહત્ત્વપૂર્ણ અને સ્થાયી ક્ષેત્રીય સમૂહ બની ગયું છે, જે આગામી ઘણાં દાયકાઓ સુધી ઇન્ડો-પેસિફિકને મજબૂત બનાવશે.'
ચીન પર સાધ્યો નિશાનો
ક્વાડના સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, 'ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચાર પ્રમુખ સમુદ્રી લોકતાંત્રિક દેશોના રૂપે આપણે આ ગતિશીલ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે ઉભા છીએ, જે સુરક્ષા અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે.' ચીનનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, સમૂહ કોઈપણ અસ્થિરકારી અને એકતરફી કાર્યવાહીનો કડક વિરોધ કરે છે, જે બળ અથવા દબાણ દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરે છે. ચીનનો દક્ષિણ ચીન સાગર અને પૂર્વી ચીન સાગરમાં ઘણા દેશો સાથે વિવાદ છે. તે આખાય દક્ષિણ ચીન સાગર પર પોતાના સાર્વભૌમત્વનો દાવો કરે છે. બીજી બાજુ વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન, બ્રુનેઇ અને તાઇવાન પણ આ ક્ષેત્રમાં પોતપોતાના દાવા કરે છે.
ઘોષણાપત્રમાં કહેવાયું કે, 'અમે ક્ષેત્રમાં હાલ કરવામાં આવેલાં ગેરકાયદે મિસાઇલ પ્રક્ષેપણોની નિંદા કરીએ છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું ઉલ્લંઘન કરે છે. અમે સમુદ્રી ક્ષેત્રમાં કરવામાં આવેલી ખતરનાક અને આક્રામક કાર્યવાહીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છે. અમે એક એવું ક્ષેત્ર ઈચ્છીએ છીએ, જ્યાં કોઈ પણ દેશ કોઈ અન્ય દેશ પર હાવી ન થાય. જ્યાં તમામ દેશ દબાણથી મુક્ત હોય અને પોતાના ભવિષ્યને નિર્ધારિત કરવા પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે.' ચારેય રાષ્ટ્ર એક સ્થિર અને મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં માનવાઘિકારો, સ્વતંત્રતાના સિદ્ધાંત, કાયદાનું શાસન, લોકશાહીના મૂલ્યો, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને બળના ઉપયોગ અથવા ધમકી પર યુએન ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ અને પ્રતિબંધનો સમાવેશ થાય છે.
'ક્વાડ' રાષ્ટ્રોએ ઇન્ડો-પેસિફિકમાં પ્રશિક્ષણ માટે એક નવી ક્ષેત્રીય સમુદ્રી પહેલ (મૈત્રી) ની ઘોષણા કરી, જેથી ક્ષેત્રમાં તેમના ભાગીદારો ઈન્ડો-પેસિફિક મેરીટાઇમ રિજન અવેરનેસ (આઈરીએમડીએ) અને 'ક્વાડ' ની ભાગીદારીની અન્ય પહેલના માધ્યમથી આપવામાં આવેલા ઉપકરણોનો વધુમાં વધુ લાભ લઈ શકે, જેની મદદથી તે પોતાના જળક્ષેત્રની દેખરેખ અને સુરક્ષા કરી શકે, પોતાના કાયદાને લાગુ કરી શકે અને ગેરકાયદેસર વ્યવહારને રોકી શકે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું કે, 'અમે 2025માં ભારતની મેજબાનીમાં પહેલી મૈત્રી કાર્યશાળાને લઈને ઉત્સુક છીએ. આ સિવાય, અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નિયમ આધારિત સમુદ્રી વ્યવસ્થાને જાળવી રાખવાના પ્રયાસોનું સમર્થન કરવા માટે ક્વાડ સમુદ્રી કાયદાની વાર્તાની શરૂઆતનું સ્વાગત કરીએ છીએ। ક્વાડ સહયોગી આગામી વર્ષમાં આઈપીએમડીએમાં નવી ટેક્નિક અને ડેટા જોડવા માટે ઈચ્છુક છે, જેથી ક્ષેત્રને અત્યાધુનિક ક્ષમતા અને જાણકારી મેળવવાનું શરૂ રાખી શકાય.'