Get The App

કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિજનો સાથે જયશંકરની મુલાકાત, આપ્યું મોટું નિવેદન

આ 8 નેવી ઓફિસરો પર ઈઝરાયલ માટે કતારના સબમરીન પ્રોજેક્ટની ગુપ્ત માહિતી ચોરવાનો આરોપ છે

કતારની એક કોર્ટે 8 જેટલાં ભારતના પૂર્વ નેવી ઓફિસરોને મૃત્યુદંડની સજા ફટકારી છે

Updated: Oct 30th, 2023


Google News
Google News
કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિજનો સાથે જયશંકરની મુલાકાત, આપ્યું મોટું નિવેદન 1 - image


Jaishankar in Qatar : ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિવારો સાથે મુલાકાત કરી છે. જેમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારત સરકાર આ મામલાને પ્રાથમિકતા આપી રહી છે અને તમામ ભારતીયોને સજાથી બચાવવા માટે ઝડપી પ્રયાસો કરી રહી છે. 

જયશંકરે આપ્યું આશ્વાસન 

આ મુલાકાત વખતે જયશંકર (Qatar news Indian Navy) એ કહ્યું કે અમે તમારી ચિંતાઓને સમજીએ છીએ. સરકાર તેમને મુક્ત કરાવવા તમામ પ્રયાસો કરશે. આ મામલે પરિજનો સાથે પણ સંપર્કમાં રહેવાશે. 

કતારે કરી છે ફાંસીની સજા જાહેર 

ઉલ્લેખનીય છે કે કતારની એક કોર્ટે 8 જેટલાં ભારતના પૂર્વ નેવી ઓફિસરોને મૃત્યુદંડની સજા ફટકારી છે. કતારનો આરોપ છે કે આ બધા લોકો કતારની જાસૂસી કરી દેશ માટે ખતરો બની ગયા હતા. ગત વર્ષે આ લોકોની ધરપકડ કરાઈ હતી. તેમના પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો. તેમના પર ઈઝરાયલ માટે કતારના સબમરીન પ્રોજેક્ટની ગુપ્ત માહિતી ચોરવાનો આરોપ છે. 

કતારમાં ફાંસીની સજા પામેલાં 8 ભારતીયના પરિજનો સાથે જયશંકરની મુલાકાત, આપ્યું મોટું નિવેદન 2 - image


Tags :