પુતિનની ધરપકડ થવાની આશંકા ! જે દેશે જારી કર્યું હતું વૉરંટ, તે જ દેશમાં જશે રશિયાના રાષ્ટ્રપતિ

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
પુતિનની ધરપકડ થવાની આશંકા ! જે દેશે જારી કર્યું હતું વૉરંટ, તે જ દેશમાં જશે રશિયાના રાષ્ટ્રપતિ 1 - image


Mongolia-Russia : આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે (ICC) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરવા માટે વૉરંટ જાહેર કર્યું હોવા છતાં પુતિન મંગોલિયાના પ્રવાસો જવાના છે. મંગોલિયા પહેલો એવું દેશ છે, જે આઇસીસીનું સભ્ય છે. આવી સ્થિતિમાં પુતિનની ધરપકડ થવાની આશંકા છે. જો કે તેમ છતાં ક્રેમલિને(રશિયાના રાષ્ટ્રપતિનું સરકારી નિવાસસ્થાન) કહ્યું કે, અમને પુતિનની મંગોલિયા યાત્રા મામલે કોઈ ચિંતા નથી. ઉલ્લેખનીય છે કે, મંગોલિયા આઇસીસીનું સભ્ય છે અને આ અદાલતે ગત વર્ષે પુતિનની ધરપકડ કરવા માટે વૉરંટ જારી કર્યું હતું.

ICCએ યૂક્રેન મામલે વૉરંટ જારી કર્યું હતું

મળતા અહેવાલો મુજબ પુતિન ત્રીજી ડિસેમ્બરે મંગોલિયાની મુલાકાતે જવાના છે. આઇસીસી દ્વારા માર્ચ 2023માં ધરપકડ વૉરંટ જારી કરવા છતાં પુતિનનો આઇસીસીના સભ્ય દેશનો આ પ્રથમ પ્રવાસ હશે. આઇસીસીએ યુક્રેન (Ukraine)માં શંકાસ્પદ યુદ્ધ અપરાધ મામલે પુતિન વિરુદ્ધ વૉરંટ જારી કર્યું હતું. આ અદાલતની સ્થાપના સંધિ ‘રોમ કાયદો’ના નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ધરપકડ વૉરંટ જારી કરવામાં આવે અને તે વ્યક્તિ આઇસીસીના સભ્ય દેશમાં પગ મૂકે, તો તેની ધરપકડ કરવાની જવાબદારી તે દેશની છે.  કોર્ટ પાસે તેના આદેશોનો અમલ કરવા માટે કોઈ અમલ કરનાર તંત્ર નથી.

આ પણ વાંચો : 7 કરોડ રૂપિયા ખર્ચીને વર્લ્ડ ટૂર પર નીકળ્યા, પણ જહાજ બગડતાં ત્રણ મહિનાથી એક જગ્યાએ ફસાઈ ગયા

મંગોલિયામાં વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પુતિનને આમંત્રણ

મંગોલિયાનાં રાષ્ટ્રપતિ ઉખના ખુરેલસુખે (Ukhnaa Khurelsukh) વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ને આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમ મુજબ જાપાની સૈન્યવાદીઓ પર સોવિયેત અને મોંગોલિયન સશસ્ત્ર દળોના સંયુક્ત વિજયની 85મી વર્ષગાંઠની ઉજવણી થવાની છે, જેમાં પુતિન પણ ભાગ લેશે. આ અંગે પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું કે, ક્રેમલિનને પુતિનની મંગોલિયા યાત્રા અંગે કોઈપણ ચિંતા નથી.

આ પણ વાંચો : 252 કિ.મી.ની ઝડપે આવેલા વાવાઝોડાએ ભારતના 'મિત્ર' દેશમાં મચાવી તબાહી, 5 લોકોનાં મોત


Google NewsGoogle News