ભાગ્યે જ કરાતી વિદેશ યાત્રાના ભાગરૂપે પુતિન સઉદી અરબસ્તાન, યુ.એ.ઈ.ની મુલાકાતે
- પુતિન એકલતાની પરિઘી તોડી રહ્યા છે
- યુ.એસ. અને યુરોપીય યુનિઅનના અણગમા છતાં ઓઇલ જાયન્ટસ મળ્યા સઉદી અરબસ્તાન અને યુ.એ.ઇ. બંને પોતાનો લાભ વિચારે છે
રીયાધ : રશિયાને વિશ્વ પ્રવાહમાંથી અલગ તારવી દેવાના યુ.એસ. અને યુરોપીય યુનિયનના પ્રયાસો વચ્ચે પણ રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિન આજે સઉદી અરબસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સઉદી અરબસ્તાનના યુવરાજ મોહમ્મદ-બિન-સલમાન સાથે મંત્રણાઓ કરી હતી. આ મંત્રણાઓનો મુખ્ય વિષય હતા પારસ્પરિક સંબંધોને મજબૂત કરવાનો અને ઓપેક દેશ દ્વારા તેલના ભાવ વધારવાના સઉદી અરબસ્તાન અને રશિયા દુનિયાના સૌથી વધુ તેલ ઉત્પાદક દેશો છે.
પુતિન અને પ્રિન્સ સલમાન બંને ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હમાસના ટેકેદારો છે. તેઓને તે યુદ્ધ સંદર્ભે મધ્યપૂર્વની સ્થિતિ વિષે પણ સઘન મંત્રણાઓ કરી હતી.
આ પૂર્વે સઉદી અરબના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ-અઝીઝ-બિન-સલમાને બ્લુમબર્ગ, ટીવીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તેલ ઉત્પાદનમાં રશિયા કાપ મુકવા સહમત થશે જ તેવો મને વિશ્વાસ છે.
પુતિન બુધવારે યુ.એ.ઈ. પહોંચ્યા હતા તેઓનાં વિશેષ વિમાન એસ.યુ.-૩૫ની સાથે જ ફાયટરજેટસ પણ તે વિમાનની રક્ષા માટે સાથે ઊડતાં હતાં. આ પાંચે વિમાનોની સવિશેષ દેખભાળ રાખવાની પણ જવાબદારી યુએઇ ઉઠાવશે તેમ પુતિન મોસ્કોથી રવાના થયા તે પૂર્વે જ જણાવી દેવામાં આવ્યું હતું. યુ.એ.ઈ.માં પણ પુતિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું વિમાન તથા તેનાં રક્ષક ૪ વિમાનો યુએઇની નજીક પહોંચે તે પૂર્વે યુએઇનાં જ ૪ ફાયટરજેટ્સ પહોંચી ગયાં હતાં અને પુતિનનાં વિમાનનાં રક્ષક વિમાનોના પાયલોટસને જણાવી દીધું હતું કે, હવે અમે પ્રમુખનાં રક્ષણની જવાબદારી ઉઠાવીએ છીએ.
યુ.એ.ઇ.માં (અબુધાબી)માં પુતિનનું વિમાન ઉતરે તે પૂર્વે અમીરાત નાઈટસ તરીકે ઓળખાતાં ફાયરજેટસે રશિયા અને યુએઇના ધ્વજના રંગના પ્રવાહો આકાશમાં છોડયા હતા. બંને દેશો વચ્ચે આર્થિક સહકાર સ્થાપવા એમઓયુ થયા હતા.
નિરીક્ષકો તો સ્પષ્ટ રીતે કહે છે કે, યુ.એસ. કે યુ.એ.ઈ. તેમ કહે પરંતુ દરેક દેશ પોતાનો લાભ તો જુએ જ. રશિયા તેઓને શસ્ત્ર-સરંજામ અને આધુનિક ટેકનોલોજી આપવાનું છે. તેમ બંને દેશો રશિયા તરફી વળ્યા છે. ઉપરાંત હમાસને રશિયા ટેકો આપે છે તે પણ તેમણે ગણતરીમાં લીધું જ હોય તે સહજ છે.