Get The App

યુક્રેન યુદ્ધ લંબાતા નવો વ્યૂહ ઘડવા પુતિનની શી-જિનપિંગ સાથે મંત્રણા

Updated: May 17th, 2024


Google NewsGoogle News
યુક્રેન યુદ્ધ લંબાતા નવો વ્યૂહ ઘડવા પુતિનની શી-જિનપિંગ સાથે મંત્રણા 1 - image


- પાંચમી વાર પ્રમુખ પદે ચૂંટાયા પછી, પુતિનની પહેલી વિદેશ યાત્રા, રેડ કાર્પેટ વેલકમ, ગાર્ડ ઓફ ઓનર પછી ભવ્ય સત્કાર સમારંભ

બૈજિંગ : યુક્રેન યુદ્ધ સતત ચાલી રહ્યું છે. તેનો નજીકમાં કોઇ અંત દેખાતો નથી. તેવામાં રશિયન પ્રમુખ વ્લાડીમીર પુતિન ચીનની મુલાકાતે પહોંચ્યા છે. ચીનના પ્રમુખ શી-જિન પિંગ સાથે, યુક્રેન-યુદ્ધ માટે નવો વ્યૂહ ઘડવા વિચારણા હાથ ધરી છે. મોસ્કોથી વિશેષ વિમાનમાં બૈજિંગ પહોંચેલા પુતિનને વિમાન ગૃહે રેડ કાર્પેટ વેલકમ આપવામાં આવ્યું હતું. તેઓ શી અને શીના પત્નીને વિમાનમાંથી ઉતરતા જ મળ્યા હતા. ત્યાર પછી તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ત્યાર બાદ ગ્રેટ હોલ ઓફ પીપલમાં (સંસદ ગૃહમાં) તેઓના માનમાં ભવ્ય સત્કાર સમારંભ યોજાયો. ૧૫ મિનિટના આ સમારંભ પછી બંને નેતાઓએ મંત્રણા શરૂ કરી.

પ્રમુખ પુતિનની ચીનની મુલાકાત અંગે પુતિનના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષા કૉવે, કહ્યું હતું કે, પ્રમુખની ચીનની મુલાકાત કંઈ અસંબંધીત યોજવામાં આવી નથી. વાસ્તવમાં પ્રમુખ શી-જિનપિંગ સતત ત્રીજી વખત ગત વર્ષે પ્રમુખ પદે ચૂંટાયા પછી, તેઓએ મોસ્કોની લીધેલી મુલાકાતની વળતી મુલાકાત રૂપે યોજવામાં આવી છે.

ઉષાકૉવે વધુમાં કહ્યું હતું કે, બૈજિંગ મંત્રણાનો સૌથી મહત્વનો ભાગ બંનેની એક થી એક થયેલી મંત્રણા હતી. તે પછી ૧ + ૪ (પ્રમુખ + વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, વિત્ત મંત્રી + ચીફ ઓફ સ્ટાફ) ફોર્મેટ (ઢાંચા)માં મંત્રણા હાથ ધરાશે. તેમાં સૌથી વધુ ભાર યુક્રેન યુદ્ધ ઉપર હશે.

પુતિન તેઓની સાથે વિશાળ પ્રતિનિધિ મંડળ લઈ બૈજિંગ પહોંચ્યા હતા. જેમાં પાંચ નાયબ વડાપ્રધાનો, આર્થિક, રાજદ્વારી તથા સલામતી એજન્સીઓના વડાઓ, રેલવેઝ રોસ્ટેલ સ્ટેટ ન્યુકિલયર એનર્જી કોર્પોરેશનના વડા અને અંતરિક્ષ વિજ્ઞાાનના રોસ-કોલોસ સ્ટેટ કોર્પોરેશનના વડા પણ સામેલ હતા. તેમ રશિયન ન્યૂઝ એજન્સી તાસે જણાવ્યું હતું.

આ ઉપરાંત રશિયન ફેડરેશનના ૨૦ રાજ્યોના વરિષ્ટ અધિકારીઓ પણ આ વિશાળ પ્રતિનિધિ મંડળમાં સામેલ કરાયા હતા.

રશિયા-ચીન દ્વિપક્ષીય મંત્રણાઓમાં વ્યાપાર અને આર્થિક સહકાર આવરી લેવાયો હતો. પરંતુ યુક્રેન-યુદ્ધ મુખ્ય વિષય બની રહ્યો અને તે યુદ્ધને લીધે ઉપસ્થિત થનારી પર્યાવરણની સમસ્યા પ્રશ્ને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પશ્ચિમના દેશો આ કારણ દર્શાવી ચીનને રશિયાથી અલગ રહેવા દબાણ કરે છે. પરંતુ તે ફળીભૂત થવાની શક્યતા નહીવત છે.

ગત ઓકટોબર પછીની પુતિનની આ ચીનની બીજી મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે, શી-જિન પિંગે તાજેતરમાં જ લીધેલી ફ્રાંસ, હંગેરી અને સર્બિયાની મુલાકાત પછી લગભગ તુર્ત જ પુતિનની ચીનની મુલાકાત યોજાય છે.


Google NewsGoogle News