પુતિન ઉપર હૃદય રોગનો હુમલો : બેડરૂમની ફર્શ ઉપર પડેલા જોવા મળ્યા : રીપોર્ટ
- પુતિન પછી શું ? કેમ્લીનના વર્તુળો વિચારે છે
- તેઓ ઘણા સમયથી બીમાર હતા : હજી સુધીના ઘણા કાર્યો તેઓના ડબલ દ્વારા જ કરવામાં આવતા હતા તેમ કહેવાય છે
મોસ્કો : વિશ્વની બીજી સેવાકીય મહાસત્તા અને વિશ્વના સૌથી વિશાળ રાજય, રશિયન ફેડરેશનના સર્વેસર્વા પ્રમુખ વ્લાદીમીર પુતિન બેડરૂમની ફર્શ ઉપર પડેલા જોવા મળ્યા હતા. તેઓ ઉપર હૃદય રોગનો પ્રચંડ હુમલો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ માહિતી આપતા ઈંગ્લેન્ડના વર્તમાનપત્ર ટેલીગ્રામની ચેનલ જનરલ એસ.વી.આર. જણાવે છે કે પ્રમુખ પુતિન ઉપર રવિવારે મોડી સાંજે પ્રચંડ હૃદય રોગનો હુમલો થયો હતો. (આ ચેનલ એક સમયના ક્રેમ્લીન-ઈન્સાઈડર ચલાવે છે.)
આ ચેનલના જણાવ્યા પ્રમાણે પુતિનના સલામતી અધિકારીઓએ આશરે રાત્રે ૯ વાગે તેઓને બેડરૂમની ફર્શ ઉપર પડેલા જોયા. તેઓની બાજુમાં આડું પડી ગયેલું એક ટેબલ હતું જેની ઉપરની ખાવા પીવાની ચીજો તથા શરાબની બોટલો હતી. તે પણ ફર્શ ઉપર પથરાયેલા જોવા મળ્યા હતા. એક અહેવાલ પ્રમાણે તેઓના ગળા પર ઘસરકો હતો. જે ટેબલ સાથે અથડાતા થયો હોવા સંભવ છે.
આ ઉપરથી અનુમાન થાય છે કે પ્રમુખ જ્યારે પડયા ત્યારે તેઓ તે ટેબલ સાથે અથડાયા હશે. પરિણામે ડીશો પણ ફર્શ ઉપર પડી ગઈ હશે.
તે સર્વવિદિત છે કે પ્રમુખ કેટલાક સમયથી એકાકી રહેતા હતા.
તેઓ જ્યારે પડયા, સાથે ટેબલ પણ પડયું તેનો અવાજ સાંભળી સલામત રક્ષકો તેમના બેડરૂમમાં ધસી ગયા તો જોયું કે તેઓ આંચકા ખાતા ફ્લોર ઉપર કમાન જેવા વળેલા જોવા મળ્યા હતા. તેઓની આંખ ગોળ-ગોળ ફરતી હતી.
ક્રેમ્લીનમાં જ તબીબો રહે છે. તેઓ બાજુના જ રૂમમાં હતા. તેમને તુર્ત જ બોલાવવામાં આવ્યા. આ પછી પુતિનને તમામ તબીબી સુવિધા ધરાવતા વિભાગમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેઓના શ્વાસોચ્છવાસ તથા હૃદય ફરી ચાલુ કરવામાં આવ્યા પછી તેઓને ક્રેમ્લીનમાં રખાયેલા છે. ''ઈન્ટેસીવ -કેર-યુનિટ''માં લઈ જવાયા હતા.
આ માહિતી આપતા ચેનલ વધુમાં જણાવે છે કે ''તદ્દન સમયસર સહાય મળી ગઈ હતી. હૃદય પાછું ચાલુ કરી દેવામાં આવ્યું : ધીમે ધીમે પ્રમુખ ભાનમાં આવ્યા.''
પુતિનની બગડેલી તંદુરસ્તી વિષે 'ક્રેમ્લીન' દ્વારા તો કશું કહેવામાં આવ્યું જ નથી. પરંતુ રીપોર્ટસ્ જણાવે છે કે તેથી પ્રેસિડેન્ટમાં 'ઈનર-સર્કલ'માં ચિંતા વ્યાપી ગઈ છે. તેઓ તે ચિંતામાં છે કે 'પુતિન પછી શું ?'
આ અંગે અનામી રહેવા માગતી ચેનલે તો ત્યાં સુધી જણાવ્યું છે કે તાજેતરમાં દબાયેલા 'પુતિન' તે વાસ્તવમાં તેઓના એક 'બોડી-ડબલ' જ છે. તેઓની મોટાભાગની હાજરી તે 'બોડી-ડબલ' દ્વારા જ થતી હતી.
રીપોર્ટ વધુમાં તેમાં પણ જણાવે છે કે તાજેતરમાં રશિયાના કેટલાક ભાગમાં યુએસનું લોંગ-રેન્જ-મિસાઈલ પડયા પછી પુતિન તેઓની 'ન્યુક્લિયર-બ્રીફકેસ' પોતાની સાથે જ રાખતા હતા. તાજેતરમાં ચીનની મુલાકાતે ગયા ત્યારે પણ તે તેઓની સાથે જ હતી.
તાજેતરમાં એક સત્તાવાર મીટીંગ પણ પ્રેસિડેન્ટનાં 'ડબલે' સંભાળી હતી.
પુતિનની તંદુરસ્તી અંગે બહાર પડેલા સમાચારો પછી પુતિનની નજીક રહેલા પોતે, પરસ્પરનો ટેલીફોન પર સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે. અને જો પ્રમુખનું નિધન થાય તો શું કરવું. તેઓ મળી શું તે વિષે વિચારણા કરતા તેઓ સાથે (સોમવારે) મળવાના છે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ શરૂ કર્યા પછી વારંવાર તેવા રીપોર્ટસ પણ વહેતા થયા કે તેઓને કેન્સર થયું છે. તો કેટલાક રીપોર્ટસ કહેતા હતા કે પાર્કિન્સન ડિસીઝ તેમને થયો છે.
જોકે ક્રેમ્લીન તો વારંવાર તેમજ જણાવતું હતું કે પ્રમુખની તંદુરસ્તી ઘણી સારી છે.