Get The App

પુતિન યુક્રેન અંગે ટ્રમ્પ સાથે મંત્રણા માટે તૈયાર છે : કહે છે : તે સંઘર્ષ વાસ્તવમાં નિવારી શકાય તેમ હશે

Updated: Jan 26th, 2025


Google News
Google News
પુતિન યુક્રેન અંગે ટ્રમ્પ સાથે મંત્રણા માટે તૈયાર છે : કહે છે : તે સંઘર્ષ વાસ્તવમાં નિવારી શકાય તેમ હશે 1 - image


- ટ્રમ્પ બુદ્ધિશાળી અને વ્યવહારૂ પણ છે : તેલનો ભાવ ઘટાડો રશિયા વિરૂદ્ધ હોવાનું હું માનતો નથી : તેની વધ ઘટ બંનેને હાનીકારક રહે છે

મોસ્કો : યુક્રેન યુદ્ધ અંગે તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણા કરવા તૈયાર છે. તેમ કહેતાં પ્રમુખ પુતિને જણાવ્યું હતું કે જો ૨૦૨૦ની ચૂંટણીમાં ટ્રમ્પ જીત્યા હોત, તો તેને યુદ્ધ શરૂ જ ન થયું હોત.

આ સાથે પુતિને પ્રમુખ ટ્રમ્પની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ બુદ્ધિશાળી તો છે જ પરંતુ તે સાથે વ્યવહારૂ પણ છે. સાથે ફરી કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની ચૂંટણી જીત્યા હોત તો ૨૦૨૨નું યુક્રેન યુદ્ધ શરૂ જ ન થયું હોત. આ સાથે યુ.એસ.દ્વારા તેલના ભાવ ઘટાડાનો ઉલ્લેખ કરતાં પ્રમખ પુતિને કહ્યું : 'હું માનતો નથી કે તે ભાવ ઘટાડો રશિયા વિરૂદ્ધ જ હોય. વાસ્તવમાં તેલના ભાવની વધ ઘટ તો રશિયા તેમ જ અમેરિકા બંનેને માટે હાનીકારક છે.' આ પ્રમાણે પ્રમુખ પુતિને રશિયન સ્ટેટ ટીવીને જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે પુતિનમાં નેતૃત્વના ઘણા ગુણો છે. તેઓની કાર્યપદ્ધતિ પણ પ્રશંસનીય છે.

દરમિયાન કીવે યુક્રેન અંગે યુક્રેન સંબંધી કોઈ પણ મંત્રણામાંથી યુક્રેનને દૂર રાખી કરવા સામે સખત વિરોધ ઉઠાવ્યો હતો. યુક્રેન પ્રમુખની ઓફીસના ચીફ આંદ્રી યેરમાર્ક કહ્યું હતું કે તેઓ (પુતિન)યુરોપને દૂર રાખી યુરોપ વિષે નિર્ણય કરવા માગે છે. તેવી જ રીતે યુક્રેનને દૂર રાખી યુક્રેન વિષે નિર્ણય લેવા માગે છે. તે અસ્વીકાર્ય જ છે. તે બની શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું પુતિને વાસ્તવિક્તા સમજવી જોઇએ. યુક્રેન અંગેની મંત્રણા યુક્રેનની ઉપસ્થિતિ વિના અસંભવિત છે. વાસ્તવમાં અત્યારે અને ભવિષ્યમાં પણ યુક્રેન વિષેની મંત્રણામાં યુક્રેન જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.

Tags :
Donald-TrumpVladimir-Putin

Google News
Google News