Get The App

પુતિને કરી પરમાણુ યુદ્ધની તૈયારી, આર્કટિક મહાસાગરમાં મળ્યાં પુરાવા, NATO સરહદે હડકંપ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
પુતિને કરી પરમાણુ યુદ્ધની તૈયારી, આર્કટિક મહાસાગરમાં મળ્યાં પુરાવા, NATO સરહદે હડકંપ 1 - image


Vladimir Putin Preparations For Nuclear War: રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે રશિયન પ્રમુખ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર છે.  રશિયાએ આર્કેટિક મહાસાગરમાં પરમાણુ વિસ્ફોટની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ની બોર્ડર પાસે 'ફ્લાઈંગ ચેર્નોબિલ' પરીક્ષણ સ્થળ પર તેના પુરાવા પણ મળ્યા છે. સેટેલાઈટ તસવીરો પ્રમાણે રશિયા પરમાણુ યુદ્ધ પહેલા આર્કેટિક મહાસાગરમાં 1990 બાદ પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. નાટો સરહદ પર તેના માટે જરૂરી રેડિયોએક્ટિવ સ્પાઈકની હાજરી હોવાનું પણ સામે આવ્યું છે. તેનાથી યુક્રેન સહિત નાટો અને અમેરિકામાં હડકંપ મચી ગયો છે.

ક્રેમલિને પણ આ વાતનો દાવો કર્યો છે કે અમે શીત યુદ્ધ બાદ પહેલી વખત પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. પરમાણુ પરીક્ષણ સ્થળની સેટેલાઈટ તસવીરોમાં રશિયાની તૈયારી જોઈને લાગી રહ્યું છે કે, વ્લાદિમીર પુતિન આર્કટિક ક્ષેત્રમાં કોઈ પણ ક્ષણે પરમાણુ વિસ્ફોટ કરી શકે છે. નોર્વેની રશિયા સાથેની સરહદ પર પણ રેડિયોએક્ટિવ સ્પાઈકના મજબૂત નિશાન મળી આવ્યા છે. રશિયન અધિકારીઓએ કહ્યું કે જો પુતિન આદેશ આપે તો આર્કટિકમાં તરત જ પરમાણુ પરીક્ષણ શરૂ કરી શકાય છે.

આ પણ વાંચો : લેબેનોનમાં એક પછી એક હજારો બ્લાસ્ટ મામલે પેજર કંપનીએ કર્યો મોટો ધડાકો, ઈઝરાયલ ટેન્શનમાં!

પરીક્ષણ સ્થળ પર તૈયારી પૂર્ણ

અહેવાલ પ્રમાણે કથિત રીતે ક્રેમલિનના ટોચના અધિકારીઓ પશ્ચિમને ચેતવણી આપવાના ભાગરૂપે પુતિન પર એક સર્વનાશકારી પરમાણુ વિસ્ફોટ કરવા માટે દબાણ કરી રહ્યા છે. આ પરીક્ષણ વિસ્ફોટ એક જૂના સોવિયેત સ્થળ પર થશે, જેનો ઉપયોગ 70 વર્ષ પહેલાં નોવાયા ઝેમલ્યા દ્વીપસમૂહમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. પરીક્ષણ સ્થળના ફેસિલિટી ડિરેક્ટર રીઅર-એડમિરલ આંડ્રેઈ સિનિત્સિને કહ્યું કે, પરીક્ષણ સ્થળ સંપૂર્ણ પાયે પરીક્ષણ ગતિવિધિઓને ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લેબોરેટરી અને પરીક્ષણ સુવિધાઓ તૈયાર છે. કર્મચારીઓ તૈયાર છે. જો આદેશ આપવામાં આવે તો અમે કોઈ પણ સમયે પરીક્ષણ શરૂ કરી દઈશું. 

પશ્ચિમી દેશોએ દેખરેખ વધારી

રશિયાની તૈયારીને ધ્યાનમાં રાખી પશ્ચિમના દેશોએ પરમાણુ પરીક્ષણને લઈને ચિંતાના સંભવિત સંકેતના રૂપમાં પોતાની દેખરેખ વધારી દીધી છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ નોવાયા ઝેમલ્યા રશિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. બીજી તરફ રશિયાના પૂર્વ સ્પેસ એજન્સીના પ્રમુખ દિમિત્રી રોગોઝિને નોવાયા ઝેમલ્યામાં પ્રતિબંધિત પરમાણુ પરીક્ષણોને રોકવાની માગ કરી છે. બીજી તરફ કેટલાક પુતિન પ્રચારકો આ સંભવિત પરમાણુ પરીક્ષણને પશ્ચિમી નિર્મિત મિસાઈલોને રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપવાના જવાબ તરીકે જોઈ રહ્યા છે, જેનો અર્થ એ થશે કે નાટો તેમના દેશ વિરુદ્ધ યુદ્ધમાં વ્યસ્ત છે.

આ વચ્ચે સપ્ટેમ્બરમાં રશિયા સાથે નોર્વેની સરહદ પાસેના ભાગમાં રેડિયોએક્ટિવ સીઝિયમ-137ના નિશાન મળી આવ્યા. જોકે, સ્પાઈકનું કારણ અજ્ઞાત છે, સ્તર હજું ફણ સામાન્યથી વધુ પ્રતીત થાય છે. 

આ પણ વાંચો : પેજર બોમ્બ કોણે બનાવ્યા? ઈઝરાયલ કે કોઈ અન્ય દેશ, જાણો કોણ છે ભયાનક હુમલાનો માસ્ટરમાઇન્ડ


Google NewsGoogle News