ખૂદનો એઆઇ અવતાર જોઇને પુતિન હસી પડયા, મૈ હી મૈ હું દુસરા કોઇ નહી

પુતિન સામે જ પુતિનનું બીજુ સ્વરુપ નવાઇ પમાડે તેવી વાત છે.

હું વિચારુ છું કે માત્ર એક જ વ્યકિતએ જ મારી જેમ બોલવું જોઇએ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ખૂદનો એઆઇ અવતાર જોઇને પુતિન  હસી પડયા, મૈ હી મૈ હું દુસરા કોઇ નહી 1 - image


મોસ્કો,૧૫ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર 

આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સીએ દુનિયા બદલી નાખી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. જેમાં તેઓ ખુદના જ એઆઇ સ્વરુપને નજરે નિહાળી રહયા છે. આ ઘટના એક વાર્ષિક સમાચાર સંમેલન દરમિયાન બની હતી. જેમાં દેશના અનેક કોલરો સાથે એક વીડિયો લિંકના માધ્યમથી પુતિન સાથે જોડાયેલા હતા.આ દરમિયાન પુતિન એઆઇ ડબલ્ કેટલાક સવાલો પુછયા હતા.

રશિયાના રાષ્ટ્રપતિને એઆઇ અવતારે પુછયું હતું કે હું વ્લાદિમીર વ્લાદિમીરોવિચ, સેંટ પીટર્સબર્ગની સ્ટેટ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું. હું આપને પુછવા માંગું છુ કે શું એ સાચું છે કે તમારી પાસે ઘણા બધા ડબેલ્સ છે ? પોતાના એઆઇ અવતારને જોઇને ખુદ પુતિન હસવા લાગ્યા હતા. પુતિનના એઆઇ ડબલે એમ પણ પુછયું હતું કે કૃત્રિમ બુધ્ધિમત્તા અને અલ્ગોરિદમથી જીવનમાં આવતા ખતરા બાબતે આપ શું માનો છો ?

ખૂદનો એઆઇ અવતાર જોઇને પુતિન  હસી પડયા, મૈ હી મૈ હું દુસરા કોઇ નહી 2 - image

વ્લાદિમીર પુતિન વાર્ષિક સમાચાર સંમેલનમાં ૪ કલાક સુધી સવાલોના જવાબ આપી રહયા હતા. પુતિન સામે જ પુતિનનું બીજુ સ્વરુપ નવાઇ પમાડે તેવી વાત છે. પોતાના એઆઇ અવતારને એમ કહેતા જણાય છે કે હું જોઉ છું કે આપ મારા જેવા હોઇ શકો છો અને મારા અવાજમાં બોલી શકો છો પરંતુ હું વિચારુ છું કે માત્ર એક જ વ્યકિતએ જ મારી જેમ બોલવું જોઇએ અને મારી જેમ રહેવું જોઇએ.

આ વ્યકિત માત્રને માત્ર હું જ છું. ત્યાર બાદ પુતિને વિચારીને કહયું કે આમ પણ આ મારુ પ્રથમ ડબલ છે. આ કાર્યક્રમમાં પુતિનના અવતારે યુક્રેન સાથે જોડાયેલા કેટલાક મુદ્વાઓનો પણ જવાબ આપ્યો હતો. પુતિન બોલ્યા હતા કે યુક્રેનને લઇને પોતાના દેશના લક્ષ્યાંકોમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી. જયાં સુધી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા નહી મળે ત્યાં સુધી શાંતિ સ્થાપી શકાશે નહી. રશિયાનું મુખ્ય લક્ષ્ય યુક્રેનમાં નાઝીવાદનો ખાતમો અને તટસ્થ દેશની નીતિ હોય તેનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News