યુક્રેન અંગે ટ્રમ્પ સાથે મંત્રણા કરવા પ્રમુખ પુતિન તૈયાર છે, પરંતુ કબ્જે કરેલા પ્રદેશો છોડવા તૈયાર નથી
- યુક્રેને નાટોમાં જોડાવાની જીદ છોડવી પડે
- ડૉનેત્સક, ઝાપોર્ઝિયા, લુહાન્સ્ક અને ખેરસન છોડવા રશિયા તૈયાર નથી : માત્ર ખાર્કીવ અને મિકોલેઇવના નાના વિસ્તારો છોડવા તૈયાર
મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન અંગે તેઓ અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ કબ્જે કરેલા પ્રદેશોમાં વિસ્તારની કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. ઉપરાંત કીવે, નાટોમાં જોડાવાની તેની જીદ છોડી દેવી પડે.
ઉલ્લેખનીય છે કે નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જલ્દીમાં જલ્દી યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે શપથ લીધા છે. તેના જવાબમાં પ્રમુખ પુતિને કહ્યું કે રશિયા શાંતિ મંત્રણા માટે તૈયાર જ છે. પરંતુ રશિયા ડોનેત્સક, ઝાપોર્જિયા, લુહાત્સક અને ખેરસન છોડવા તૈયાર નથી. (આ વિસ્તારો રશિયાના કબજામાં છે) માત્ર ખાર્કીવ અને મિકોલેઇવ, જેવા નાના વિસ્તારોમાંથી સેના પાછી ખેંચી લેવા તેઓ તૈયાર છે. (ખાર્કીવ યુક્રેનમાં ઉત્તરે છે, મિકોલેઇવ દક્ષિણે છે)
પુતિન જે વિસ્તારો પર કબ્જો ચાલુ રાખવા માગે છે ત્યાં રશિયન સાથીઓ (રશિયનો) જ વિશાળ બહુમતીમાં છે.
આ મહિનાના પ્રારંભે પુતિને કહ્યું હતું કે કોઈ પણ યુદ્ધ વિરામ કરતાં પૂર્વે ભૂમિગત વાસ્તવિક્તાઓ લક્ષ્યમાં લેવી જ જોઇએ. સાથે તે પણ આશંકા દર્શાવી હતી કે ટૂંકા સમય પૂરતો પણ યુદ્ધવિરામ યુક્રેનને ફરી શસ્ત્ર સજ્જ કરવાની પશ્ચિમને તક આપશે. જો યુક્રેન તટસ્થ નહીં રહે તો રશિયા યુક્રેન વચ્ચે સારા પાડોશી સંબંધો સ્થાપવાની કોઈ શક્યતા રહેલી નથી. આમ પ્રમુખ પુતિને આ મહિનાની ૭મી તારીખે વાલ્ડાઇ ડીસ્કશન ગુ્રપમાં જણાવ્યું હતું.
આ પરિસ્થિતિનું નિર્માણ (રશિયાના પ્રચંડ હુમલાનું નિર્માણ) જો બાયડેને યુક્રેનને પહેલાં તો માત્ર સ્વરક્ષણ માટે એ.ટી.એ.સી.એમ.એસ. મિસાઇલ અપાયાં હોવાની શરત મુકી હોય પરંતુ તે શરત જો બાયડેને પાછી ખેંચી લેતાં યુક્રેને તે છ મિસાઇલ્સ મોસ્કોની નજીક સુધી જ છોડયાં હતાં. જો કે તેમાંથી પાંચ તોડી પડાયાં માત્ર એક મિસાઇલ મોસ્કોથી નજીક પડયું.
બસ ત્યારથી જ પુતિન પશ્ચિમ સામે ખરેખરા ધૂંધવાયા છે અને યુક્રેન ઉપર વ્યાપક હવાઈ તથા ભૂમિ હુમલા શરૂ કરી દીધા છે. આ સાથે ખેદાન-મેદાન થયેલું યુક્રેન વધુ ખંડેર બની રહ્યું છે. શાંતિ પ્રસ્તાવો કે સહેતુક મંત્રણાની સંભાવના દૂર અને દૂર થતી જાય છે.