Get The App

પુતિને જ મોસ્કો પર આતંકી હુમલો કરાવ્યો છે, અમારો તેમાં કોઈ હાથ નથીઃ યુક્રેનનો દાવો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
પુતિને જ મોસ્કો પર આતંકી હુમલો કરાવ્યો છે, અમારો તેમાં કોઈ હાથ નથીઃ યુક્રેનનો દાવો 1 - image


કીવ,તા.23 માર્ચ,2024

મોસ્કોના કોન્સર્ટ હોલમાં થયેલો આતંકવાદી હુમલો રશિયા અને યુક્રેન વચ્ચે પહેલેથી ચાલી રહેલા યુધ્ધની આગમાં પેટ્રોલ રેડવાનુ કામ પણ કરી શકે છે તેવો ડર દુનિયાને છે.

અમેરિકાએ તો યુક્રેન વતી સ્પષ્ટતા પણ કરી દીધી છે કે, આ હુમલામાં યુક્રેનનો હાથ નથી તો બીજી તરફ યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રવક્તાએ આ હુમલામાં  રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો જ હાથ હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી છે.

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રવક્તા એન્ડ્રિલ યૂસોવે કહ્યુ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લોકોને ભડકાવવા માટે આતંકી હુમલો કરાવ્યો છે.જેથી રશિયાના લોકોનો યુક્રેન સામે રોષ વધે.બીજી તરફ યુક્રેનની સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, આતંકી હુમલા સાથે અમારે કોઈ લેવા દેવા નથી.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના સલાહકાર મિખાઈલો   પોડોલ્યાકે કહ્યુ છે કે, અમારી લડાઈ રશિયાની સેના સાથે અને રશિયાની સરકાર સાથે છે.રશિયા અને યુક્રેન વચ્ચે જે પણ થશે તે માત્ર યુધ્ધના મેદાન પર જ નક્કી થશે.

મોસ્કોમાં થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ પુતિન સમગ્ર મામલાની જાણકારી લઈ રહ્યા છે.સરકારના  પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યુ હતુ કે, રશિયન નેશનલ ગાર્ડ દ્વારા હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.સમગ્ર રશિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

પુતિને જ મોસ્કો પર આતંકી હુમલો કરાવ્યો છે, અમારો તેમાં કોઈ હાથ નથીઃ યુક્રેનનો દાવો 2 - image

ઉલ્લેખનીય છે કે, કોન્સર્ટ હોલમાં હુમલાખોરો સેનાની વર્દી પહેરીને ઘૂસ્યા હતા અને તેમણે એકે 47થી ભીડ પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો.આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ ખોરાસને લીધી છે.


Google NewsGoogle News