પુતિને તાનાશાહ કિમ જોંગ ઉનને ભેટ આપી મોંઘી કાર, યુએનજીસીના પ્રસ્તાવનું થયું ઉલંધન
કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે આભાર વ્યકત કર્યો
ગત સપ્ટેમ્બર મહિનામાં પુતિને ઉનને સફર કરાવી હતી
મોસ્કો,૨૦ ફેબુ્રઆરી,૨૦૨૪,મંગળવાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને રશિયન કાર ભેટ આપી છે. આ ઉપહારને બંને નેતાઓ વચ્ચે પરસ્પર મજબૂત સંબંધો તરીકે જોવા આવી રહયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલા શિખર સંમેલનમાં રશિયાના વોસ્તોચન અંતરિક્ષ બંદરગાહના પ્રવાસ દરમિયાન કિમ જોંગ ઉનને ઓરસ સીનેટ લિમોસિન દેખાડી હતી.
પુતિને રશિયામાં નિર્મિત લકઝરી કારની સફર પણ કરાવી હતી. રશિયાએ કોરિયા પર શાસન કરતી વર્કસ પાર્ટીના સચિવ અને ઉત્તર કોરિયાઇ નેતાની બહેન કિમ યો જોંગને લકઝરી કાર ભેટ આપવાની જાણકારી આપી હતી. કિમ યો જોંગે ભાઇ કિમ જોંગ ઉનને મોંઘો ઉપહાર આપવા બદલ ધન્યવાદ વ્યકત કર્યા હતા.
ઉત્તર કોરિયાનું એક પ્રતિનિધિમંડળ રશિયાની મુલાકાત કરી રહયું છે. જો કે કિમ જોગ ઉનને પુતિને આપેલી ભેટ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ઉલંઘન માનવામાં આવી રહી છે. ઉત્તર કોરિયા પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલંઘન કરે છે.
આથી તેના પર આર્થિક પ્રતિબંધ મુકવામાં આવેલો છે. પ્રતિબંધોના નિયમો અનુસાર કિમ જોંગ ઉન વિવિધ વાહનો જેવા કે મર્સિડીઝ -મેબેક એસ કલાસ વાહનો અને લિમોસિનનો પણ સમાવેશ થાય છે આથી વિવાદ ઉભો થઇ શકે છે.