પુતિને કિમ જોંગને આપી શાનદાર ગિફ્ટ, અમેરિકાની વધશે ચિંતા

કિમ અને પુતિનની મુલાકાત બાદથી બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા

પુતિને કિમને કાર ગિફ્ટ કરી અને કિમની બહેન કિમ યો જોંગએ ગિફ્ટ રિસીવ કરી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
પુતિને કિમ જોંગને આપી શાનદાર ગિફ્ટ, અમેરિકાની વધશે ચિંતા 1 - image


Russia and North Korea relation: સપ્ટેમ્બરમાં કિમ અને પુતિનની મુલાકાત બાદથી બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ખાસ ભેટ મોકલી છે. તેમણે કિમને તેના અંગત ઉપયોગ માટે એક રશિયન કાર ગિફ્ટ કરી છે. યુક્રેન યુદ્ધ અને ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને કારણે બંને દેશો આંતરરાષ્ટ્રીય અલગતાનો શિકાર બન્યા છે. તેમજ બંને દેશો સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ ભેટ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે. ઉત્તર કોરિયા અને રશિયાનું નજીક આવવું અમેરિકા માટે ચિંતાનું કારણ બની શકે છે. 

પુતિને પોતાના જેવી કાર કરી ગિફ્ટ

સપ્ટેમ્બર મહિનામાં જયારે કિમ જોંગ રશિયાની મુલાકાતે ગયા ત્યારે પુતિને કિમને પોતાની અંગત કાર 'ઓરસ લિમોઝિન'માં સવારી કરાવી હતી. ત્યારે કિમને પણ આ કાર ખૂબ જ પસંદ આવી હતી. આથી પુતિને કિમને પોતાની જેવી કાર ગિફ્ટ કરી છે

રોલ્સ રોયસની કિંમત જેટલી છે આ કારની કિંમત 

પુતિને કિમને ઓરિસ મોટર કંપનીની કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત જ રુ. 4 કરોડથી શરૂ થાય છે. જે રોલ્સ રોયસની કિંમત જેટલી છે. ઓરિસ કારનો ઉપયોગ મોટાભાગે રશિયન અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે છે. કિમની બહેન કિમ યો જોંગએ આ કાર રિસીવ કરી હતી. 

કારનો શોખીન છે કિમ 

એવું કહેવાય છે કે કિમ કારનો શોખીન છે. તેની પાસે ઘણી વિદેશી લક્ઝરી કારનું કલેક્શન છે. નિષ્ણાતોના મતે કિમ માટે કારની વિદેશથી સ્મગલિંગ કરવામાં આવે છે. કિમને પુતિને કારનું કયું મોડલ ગિફ્ટ કર્યું કે કઈ રીતે તેને રશિયાથી મોકલવામાં આવી છે તે બાબતનો કોઈ જ ઉલ્લેખ નથી. 

પુતિને કિમ જોંગને આપી શાનદાર ગિફ્ટ, અમેરિકાની વધશે ચિંતા 2 - image


Google NewsGoogle News