પુતિને કીમ જોંગ ઉનને લીમોઝીનમાં ફેરવ્યા, તે પછી તે કાર જ ઉનને ભેટમાં આપી દીધી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
પુતિને કીમ જોંગ ઉનને લીમોઝીનમાં ફેરવ્યા, તે પછી તે કાર જ ઉનને ભેટમાં આપી દીધી 1 - image


- કાર રાઇડ દરમિયાન બંને પ્રમુખોએ હસી ખુશીથી વાતો કરી

- ઉનને ખ્યાતનામ અને મોંઘીદાટ કારોનો ગાંડો શોખ છે, તેની પાસે મે-બીચ લિમોઝિન, કેટલીયે મર્સીડીઝ અને રૉલ્સ રૉઇસ ફેન્ટમ પણ છે

પ્યોગ્યાંગ : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ઉત્તર કોરિયાના પ્રમુખ કીમ જોંગ ઉનને રશિયન બનાવટની ઔરસ લિમોનિસમાં ઉ.કોરિયાના વન વિસ્તારમાં ફેરવ્યા હતા અને બંને પ્રમુખોએ ખુશનુમા અને હુંફાળાં વાતાવરણમાં પરસ્પર સાથે આનંદ પ્રમોદ ભરી વાતો કરી હતી, પછીથી પુતિને ઉનને તે કાર ફેરવવા માટે કહ્યું અને પોતે બીજી સીટ ઉપર બેસી ગાય હતા. તે પછી પુતિને રશિયાની તે સૌથી મોંઘી કાર કે જેની ઉપર આર્મ્ડ પ્લેટસ પણ જડી હતી તે ભેટ આપી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ રશિયન સ્ટેટ ટીવીએ તેના સ્ક્રીન ઉપર દર્શાવ્યો પણ હતો.

આ ટૂંકી ડ્રાઈવ પછી બંને પ્રમુખોએ આ વનવિસ્તારમાં કે બીજા સાથે, વાતો કરી હતી. તેનો પણ વિડીઓ વાયરલ થયો છે. (ઉલ્લેખનીય છે કે સામ્યવાદી દેશોમાં રશિયન સેકન્ડ લેન્ગ્વેજ તરીકે હોય છે. તેથી ઉન અને પુતિન મુક્ત મને વાતો કરી શક્યા હતા)

ઉનને મોટરકારોનો ઘણો શોખ છે તેમને આવી બીજી રશિયન કાર મળી છે. પહેલી આવી કાર તેઓ રશિયાની મુલાકાતે ગયા હતા. ત્યારે પુતિને તેમને ભેટ આપી હતી.

કીમ જોંગ ઉન પાસે દાણચોરીથી મેળવેલી વિદેશીકારો છે. કારણ કે ઉ.કોરિયા ઉપરનો પશ્ચિમના તમામ દેશોએ વ્યાપાર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કીમ જોંગ ઊને દાણચોરીથી મે-બીચ લિમોઝીન, કેટલીયે મર્સીડીસ અને દુનિયાની સૌથી મોંઘી અને સૌથી શ્રેષ્ઠ એવી રોલ્સ રોઇસ ફેન્ટમ કાર પણ તેમની પાસે છે.

ગુરૂવારે સેન્ટ્રલ ટેલિ વિઝન જણાવે છે કે પ્રમુખ પુતિને એ કાર પ્રમુખ ઉનને ભેટ આપી તે પછી ઉત્તર કોરિયાના નેતાઓ પ્રમુખ પુતિનને કોરિયાના અતિ સુંદર કૂતરા યંગસેનની એક પેર ભેટ આપી હતી. પ્રમુખ પુતિને તે પેરને પંપાળતા પણ તે વિડીયોમાં જોવા મળે છે.

આ પછી અહીંથી વિયેતનામ જ્યાં પૂર્વે બંને પ્રમુખો વચ્ચે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરારો થયાહતા તેમજ સંરક્ષણ ક્ષેત્રે પણ કરારો થયા હતા, જેમાં એક દેશ ઉપર આક્રમણ થાય તો બીજા દેશે તેને સહાય કરવા પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી છે.


Google NewsGoogle News