Get The App

રશિયા બ્રિટનમાં તોડફોડ કરાવે છે તેવા BBCના આક્ષેપો ફગાવી દેતાં પુતિને કહ્યું : 'તે નરી મૂર્ખતા દર્શાવે છે'

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
રશિયા બ્રિટનમાં તોડફોડ કરાવે છે તેવા BBCના આક્ષેપો ફગાવી દેતાં પુતિને કહ્યું : 'તે નરી મૂર્ખતા દર્શાવે છે' 1 - image


- બ્રિક્સ સમિટ પછી યોજેલી પત્રકાર પરિષદમાં BBCના પત્રકારને રશિયાએ સવિશેષ આમંત્રણ આપ્યું હતું

મોસ્કો : બ્રિક્સ-સમિટ પછી યોજેલી પત્રકાર પરિષદના અંતે પ્રમુખ પુતિને પત્રકારોને કહ્યું : 'તમારે જે કાંઈ પૂછવું હોય તે પૂછો.' ત્યારે બીબીસીના પત્રકારે તેઓને પૂછયું કે, એવું જાણવા મળ્યું છે કે, રશિયા ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોનાં શહેરમાં રમખાણો ફેલાવવા અને આગજની પણ કરવા પ્રયત્નો કરી રહ્યું છે. તેવા આક્ષેપ આપને શું કહેવાનું છે ?' તે પત્રકાર જ્યારે તે પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે પ્રેસિડેન્ટ પુતિન મરક મરક મલકી રહ્યા હતા. તે પત્રકાર પ્રશ્ન પૂછી પોતાના સ્થાને બેઠા ત્યારે પ્રમુખ પુતિને કહ્યું, આ માન્યતા જ પૂરી મૂર્ખતા ભરી છે. હકીકત તે છે કે યુરોપના શહેરોમાં જે કૈં બની રહ્યું છે, તે તો, સંબંધિત દેશોની આંતરિક નીતિઓનાં પરિણામ રૂપે બની રહ્યું છે. યુક્રેન અંગે તે પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રમુખ પુતિને કહ્યું કે, વાસ્તવમાં પશ્ચિમના દેશોએ જ આ પરિસ્થિતિ ઉભી કરી છે. તેમણે જ મને આ સ્થિતિમાં મુકી દીધો છે.

બીબીસીના આ સંવાદદાતાએ પૂછયું હતું કે, એક તરફથી બ્રિક્સ ડેકલેરેશન રીજીયનના સિકયુરીટી અને સ્ટેબિલિટી (પ્રાદેશિક સલામતી અને સ્થિરતા)ની વાત કરે છે. તો બીજી તરફ યુક્રેનમાં આક્રમણ કરે છે. તે કઈ રીતે યોગ્ય છે ? આ પ્રશ્ન, બીબીસીના સંવાદદાતા ટીમોફી મીલોવાનોએ વધુમાં એમ પણ પૂછયું હતું કે, યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી રશિયા વધુ સલામત બન્યું છે તેમ તમો માનો છો ? ત્યારે પુતિને કહ્યું હતું કે, તમે તે કેમ ભૂલો છો કે, યુક્રેનમાં નાટોના લશ્કરી મથકો છે. અમે વાસ્તવમાં તેનો જ નાશ કરવા માગીએ છીએ. અમે જાણીએ જ છીએ કે રશિયાનું વૈશ્વિક સ્તરે શું સ્થાન છે. (એટલે કે રશિયા એક પ્રતિષ્ઠિત રાષ્ટ્ર છે.)


Google NewsGoogle News