ઉ.કોરિયાના સ્વાતંત્ર્ય દિને પુતિને કીમ જોંગ ઉનને અભિનંદન પાઠવ્યાં

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
ઉ.કોરિયાના સ્વાતંત્ર્ય દિને પુતિને કીમ જોંગ ઉનને અભિનંદન પાઠવ્યાં 1 - image


- જવાબમાં કીમે બંને દેશો વચ્ચેના સહકારની ખાતરી આપી : કીમ રશિયાને સામાન્ય શસ્ત્રો આપે છે : રશિયા ઉચ્ચકક્ષાનાં શસ્ત્રો, આર્થિક સહાય આપે છે

પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાને તેના ૭૯માં સ્વાતંત્ર્ય દિને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ઉ.કોરિયાના પ્રમુખ કીમ જોંગ ઉનને અભિનંદનો પાઠવ્યાં હતાં. આ દિવસે ૧૯૪૫માં કોરિયા જાપાનના કબ્જામાંથી મુક્ત થયું હતું.

જાપાનને પરાજિત કરવામાં તે સમયનાં યુનિયન ઓફ સોવિયેત સોશ્યાલિસ્ટક રીપબ્લિક્સના સર્વેસર્વા જોસેફ સ્ટાલિને તે સમયનાં રશિયાની રેડ આર્મીને સહાયે મોકલ્યું હતું. તે સમયે કીમ જોંગ ઉનના પિતામહ અને ઉ.કોરિયાના સ્થાપક કીમ ઇલ સુંગ ઉ.કોરિયામાં સરમુખત્યાર હતા.

વાસ્તવમાં તેઓએ સમગ્ર કોરિયન દ્વિપકલ્પ ઉપર પોતાની સત્તા સ્થાપવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમેરિકાના ઇસ્ટર્ન કમાન્ડના જનરલ મેકાર્થીએ દક્ષિણમાં સીઉલમાં રહેલાં ખરા અર્થમાં પ્રજાસત્તાકવાદી દળોએ જેઓ સિંગ્મન હ્રીનાં નેતૃત્વમાં લડતાં હતાં તેઓને સહાય કરી આગળ વધ્યા. યુદ્ધનો અંત આવે તેમ ન હતો, યુદ્ધ ૧૯૫૦ સુધી ચાલતું રહ્યું ત્યારે ભારતના વડા પ્રધાન નહેરૂએ ૮૦ ડીગ્રી અક્ષાંશને ભેદ રેખા કહી યુનોમાં દળોને ભારતના લેફ્ટે. જન. થિમૈય્યાનાં નેતૃત્વ નીચે મોકલી યુદ્ધ અટકાવ્યું હતું. વાસ્તવમાં કોરિયન દ્વિપકલ્પ ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના દિને જાપાનના કબ્જામાંથી મુક્ત થયો પછી ઉત્તરનાં દળો અને દક્ષિણનાં સાચાં પ્રજાસત્તાકવાદીઓનાં દળો વચ્ચે ૪ વર્ષ સુધી ખૂનખાર યુદ્ધ ચાલ્યું હતું.

આમ છતાં ૧૫મી ઓગસ્ટે જાપાનનાં દળો કોરિયન દ્વિપકલ્પ ઉપરથી ચાલ્યાં ગયાં. તે દિવસ કોરિયાનો સ્વાતંત્ર્ય દિન મનાય છે. ઉ.કોરિયાએ તે સ્વીકારેલો છે.

રશિયા, ચીન અને ઉત્તર કોરિયા વચ્ચે તો સ્ટાલિનના સમયથી મૈત્રી છે. રશિયાના પ્રમુખે ઉ.કોરિયાને સ્વાતંત્ર્ય દિને અભિનંદનો પાઠવ્યાં છે. તેના જવાબમાં કીમે બંને દેશો વચ્ચેનો સહકાર ઘનિષ્ટ કરવાની ખાતરી આપી છે.

યુક્રેન યુદ્ધમાં કીમ પુતિનને શસ્ત્ર સરંજામ પૂરો પાડે છે. જેના બદલામાં રશિયા તેને દુર્ઘર્ષે તેવી ટી-૨૦ ટેન્ક્સ ઉપરાંત પ્રબળ મિસાઇલ્સ બનાવવામાં અને પરમાણુ શસ્ત્રો રચવામાં તેના વિજ્ઞાનીઓ અને ટેક્નીશ્યનો દ્વારા સહાય કરી રહ્યું છે. સાથે આર્થિક સહાય પણ આપણે છે.


Google NewsGoogle News