મેડિકલ સાયન્સમાં અસાધ્ય ગણાતા કેન્સરની વેકસિન શોધવાનો પુટિનનો દાવો
વેકિસન કયારે મળશે અને કેવી રીતે કામ કરશે તેનું સસ્પેન્સ યથાવત
રશિયા નવી પેઢીની ઇમ્યૂનોમૉડયૂલેટરી દવાઓ તૈયાર કરવાની ખૂબ નજીક
મોસ્કો,૧૫ ફેબુ્આરી,૨૦૨૪,ગુરુવાર
રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની વેકિસન શોધવાની નજીક પહોંચી ગયા છે એવો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દાવો કર્યો છે. આ સાથે જ આથી પોતાનો દેશ ખૂબ ઝડપથી કેન્સરની રસી તૈયાર કરી શકશે એવી આશા વ્યકત કરી હતી. જો કે રશિયના રાષ્ટ્રપતિએ કેન્સરનું વેકસિન કયારે મળશે અને કેવી રીતે કેન્સરનો પ્રતિકાર કરશે તે અંગે કોઇ જ ખુલાસો કર્યો ન હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પુતિનની એક ટીવી પ્રસારણના નિવેદનના જણાવ્યું હતું કે કેન્સરના વેકિસન અને નવી પેઢીની ઇમ્યૂનોમૉડયૂલેટરી દવાઓ તૈયાર કરવાની ખૂબ નજીક છીએ. મને આશા છે કે વ્યકિત ગત સારવાર માટે આ સંશોધનનો ખૂબજ અસરકારક રીતે ઉપયોગ થશે. પુતિનના દાવા વચ્ચે કેન્સર નિષ્ણાતોનું માનવું છે તે શરીરમાં થતા અસામાન્ય કોષ વિભાજનને થતું અટકાવવું એક ખૂબ મોટો પડકાર રહયો છે.
કેન્સરની વેકિસન શોધવા માટે પ્રયાસ થતા રહયા છે પરંતુ સફળતા મળતી નથી. મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખ (સર્વાઇકલ)ના કેન્સર માટે વાયરસ જવાબદાર હોય છે તેની વેકિસન લઇને ખતરો ઘટાડી શકાય છે. અગાઉ કોરોના મહામારી દરમિયાન રશિયાએ સૌ પ્રથમ કોરોના વેકિસન સ્પુટનિક શોધીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ પશ્ચિમી દેશોએ સંશોધનને શંકાસ્પદ ગણાવ્યું હતું