ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડા પર ભડક્યાં પુટિન, ટ્રુડો સરકારના આ કામને ગણાવ્યું 'વાહિયાત'

પૂર્વ નાજી સૈનિકનું સંસદમાં સન્માન કરવા બદલ કેનેડા સરકારની આકરી ઝાટકણી કાઢી

ઝેલેન્સ્કીએ કેનેડાની સંસદને સંબોધી તે સમયે આ ઘટના બની હતી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડા પર ભડક્યાં પુટિન, ટ્રુડો સરકારના આ કામને ગણાવ્યું 'વાહિયાત' 1 - image

ભારત અને કેનેડાના વિવાદ (India canada controversy) વચ્ચે પહેલાંથી મુશ્કેલીમાં મૂકાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પર વારાફરતી વૈશ્વિક નેતાઓ ભડકી રહ્યા છે ત્યારે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમનો ઉધડો લીધો હતો. જોકે પુટિને ટ્રુડો સરકારને બીજા કારણોસર આડેહાથ લીધી હતી. 

કેનેડાનું આ પગલું વાહિયાત 

માહિતી અનુસાર રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન (Vladimir Putin) એ પૂર્વ નાજી સૈનિકનું સંસદમાં સન્માન કરવા બદલ કેનેડાની આકરી ઝાટકણી કાઢી હતી. પુટિને કેનેડાના આ પગલાંને વાહિયાત ગણાવ્યું હતું. સાથે જ યુક્રેન પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં હુમલો કરવાના રશિયાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. પુટિને કેનેડાની એવા સમયે ટીકા કરી છે જ્યારે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારત સાથે તેના સંબંધો તણાવપૂર્ણ છે. 

ઝેલેન્સ્કીની હાજરીમાં થયું હતું આ કામ 

ખરેખર ગત મહિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કેનેડા ગયા હતા. અહીં કેનેડાની સંસદને સંબોધી હતી. તે સમયે બીજા વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલર તરફથી લડનારા નાજી સૈનિક (adolf hitlar nazi Army) યારોસ્લાવ હુંકાને બોલાવાયા હતા. કેનેડાના સ્પીકર એન્થની રોટાએ હુંકાને અસલ હીરો ગણાવ્યા હતા. તેના બાદ કેનેડિયન સાંસદોએ ઊભા થઇને તાળીઓ વગાડી નાજી સૈનિકનું સ્વાગત કર્યું હતું. 



Google NewsGoogle News