Get The App

'ટ્રમ્પની હત્યા થશે, અમેરિકામાં અશાંતિ ફેલાશે...' પુતિનના 'બ્રેઇન' ગણાતા 'રાસપુતિન'ની ચેતવણી

Updated: Jan 23rd, 2025


Google News
Google News
'ટ્રમ્પની હત્યા થશે, અમેરિકામાં અશાંતિ ફેલાશે...' પુતિનના 'બ્રેઇન' ગણાતા 'રાસપુતિન'ની ચેતવણી 1 - image


Russia Ukraine War: અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ રશિયાને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી કે, 'જો રશિયા યુદ્ધ ખતમ નહીં કરે તો તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવશે.' આ દરમિયાન 'રાસપુતિન' તરીકે જાણીતા એલેક્ઝાન્ડર ડુગિને જણાવ્યું હતું કે, 'જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પૂર્વ પ્રમુખ જોન એફ. કેનેડીની હત્યા અંગેની માહિતી જાહેર કરશે, તો તેમની હત્યા થઈ શકે છે.' ટ્રમ્પના રશિયાને આપેલા અલ્ટીમેટમના થોડા કલાકો પછી જ ડુગિને આ ડરામણી ચેતવણી આપી હતી.

આ નિર્ણય ટ્રમ્પ માટે ઘાતક સાબિત થશે

63 વર્ષીય એલેક્ઝાન્ડર ડુગિનને પુતિનના માર્ગદર્શક પણ કહેવામાં આવે છે. તે એક કટ્ટર રશિયન વિચારક છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ જોન એફ. કેનેડીની હત્યા અંગેના દસ્તાવેજો જાહેર કરવાનો ટ્રમ્પનો નિર્ણય તેમના જીવન માટે ખતરો છે. મને લાગે છે કે ટ્રમ્પ સામે જોરદાર પ્રતિકાર થશે. તેમના પર હત્યાનો પ્રયાસ થઈ શકે છે અથવા આતંકવાદી હુમલો થઈ શકે છે. અમેરિકામાં સામાજિક અશાંતિ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. ભલે તે હજુ શરૂ ન થઈ હોય, પરંતુ આ બધું શક્ય છે.'

આ પણ વાંચો: લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધુ જંગલ ખાક, 31000 લોકોનું સ્થળાંતર


એલેક્ઝાન્ડર ડુગિન એ જ વ્યક્તિ છે જેમની પત્રકાર પુત્રી ડારિયા ડુગિનની વર્ષ 2022માં યુક્રેન દ્વારા હત્યા કરવામાં આવી હતી. ડારિયાની કાર બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી. આ બોમ્બ એલેક્ઝાન્ડર ડુગિન માટે રાખવામાં આવ્યો હતો પરંતુ તેમની પુત્રી ડારિયા તે કારમાં બેસી ગઈ અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ હુમલાને પુતિન પર સીધો હુમલો માનવામાં આવતો હતો કારણ કે એલેક્ઝાન્ડર પુતિનની ખૂબ નજીક છે.

રશિયા તબાહીના માર્ગ પર છે

અમેરિકાના  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી સાથે લશ્કરી નિષ્ણાતો પણ સહમત હોય તેવું લાગે છે. યુરોપમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના કમાન્ડર તરીકે સેવા આપી ચૂકેલા નિવૃત્ત જનરલ બેન હોજેસ પણ માને છે કે રશિયા તબાહીના માર્ગ પર છે. જો તે પોતાની જાત પર કાબુ નહીં રાખે તો તેનું પતન નિશ્ચિત છે. એટલું જ નહીં, રશિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા, વિશ્વએ પરમાણુ અરાજકતા માટે તૈયાર રહેવું જોઈએ.

'ટ્રમ્પની હત્યા થશે, અમેરિકામાં અશાંતિ ફેલાશે...' પુતિનના 'બ્રેઇન' ગણાતા 'રાસપુતિન'ની ચેતવણી 2 - image


Tags :
Russia-Ukraine-WarDonald-TrumpAleksandr-Dugin

Google News
Google News