રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માગી માફી, થોડા દિવસ અગાઉ કરી નાખી હતી ભયંકર ભૂલ
Russia on Kazakhstan Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવથી રશિયન હવાઈ ક્ષેત્રમાં બનેલી વિમાન દુર્ઘટના માટે માફી માગી. આ ઘટના બુધવાર (25 ડિસેમ્બર)એ બની, જ્યારે અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 દક્ષિણ રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ ઘટનામાં ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા, જ્યારે 29 લોકો બચી ગયા.
ફ્લાઈટ J2-8243 દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે અહીં યુક્રેની ડ્રોન દ્વારા હુમલા થઈ રહ્યા હતા. વિમાને ગ્રોજ્ની એરપોર્ટ પર લેન્ડ કરવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાના એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાઓને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા. રશિયાએ માન્યું કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો હતો. રશિયા તરફથી કહેવામાં આવ્યું કે, ડાયવર્ઝન સુરક્ષા કારણોથી થયો હતો. જણાવી દઈએ કે, વિમાન પર થયેલા હુમલાથી ક્ષતિગ્રસ્ત થયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે ક્રેશ થયું અને વિમાનના બે ટુકડા થઈ ગયા હતા.
આ પણ વાંચો: ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં માંડ માંડ બચ્યાં WHO પ્રમુખ, વિમાનમાં સવાર થવા જતાં હુમલો થયો
ક્રેમલિનનું નિવેદન
ક્રેમલિને પુષ્ટિ કરી છે કે, રાષ્ટ્રપતિ પુતિને આ દુઃખદ ઘટના પર માફી માગી અને પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પુતિને ઘાયલોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે. એવું માનવામાં આવ્યું કે વિમાન ડાયવર્ઝન સુરક્ષાના કારણોથી થયું હતું, કારણ કે ગોજ્ની, મોજદોક અને વ્લાદિકાવકાજ પર યુક્રેની ડ્રોનથી હુમલા કરાઈ રહ્યા હતા.
પહેલા હતું કે પક્ષીઓ ટકરાયા હશે, પરંતુ...
કઝાકિસ્તાનમાં પ્લેન દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને 11 વર્ષની બાળકી સહિત 32 જેટલા મુસાફરો બચ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, કોઈ મોટુ પક્ષી કે પક્ષીઓનું જુથ તે વિમાન સાથે અથડાતા તે વિમાન તૂટી પડ્યું હશે. પરંતુ બાદમાં પ્રાથમિક તારણ સામે આવ્યું કે, રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે મુસાફરોના વિમાનને યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન ક્ષતિગ્રસ્ત થયું ત્યારબાદ તૂટી પડયું. વિમાનમાં ગોળીઓના છિદ્રો પણ જોવા મળ્યા. મળતી માહિતી અનુસાર, અક્તાઉ એરપોર્ટ પર ઇમરજન્સી-લેન્ડિંગ કરવા માટે તે વિમાને પરવાનગી માગી હતી, પરંતુ ત્યાં ઉતરતાં તે તૂટી પડયું હતું.
આ પણ વાંચો: PM નેતન્યાહૂ બરાબરના ફસાયા, પત્ની સામે તપાસના આદેશ, ભ્રષ્ટાચારના કેસમાં ઉત્પીડનનો આરોપ