કીવ ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલા કરવા પ્રયત્નો કરે છે : પ્રમુખ પુતિન
- કુર્કસના 4 ગ્રેફાઈટ મોડરેડે પાવર પ્લાન્ટ ઉપર રાતભર થયેલા હુમલા અંગે IAECને ફરિયાદ કરાઈ છે : જોકે હજી રીએકટર્સ સલામત છે
મોસ્કો : પ્રમુખ પુતિને ગુરૂવારે યુક્રેન ઉપર આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે રશિયામાં કુર્કસ ન્યૂક્લિયર પાવર પ્લાંટ ઉપર તેણે રાતભર હુમલા કરી તે માટે પાવર પ્લાંટ તોડવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ચારે પ્રયત્નો નિષ્ફળ બનાવાયા હતા. જોકે રશિયાએ આ અંગે વિયેના સ્થિત 'ઈન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશનને પણ ફરીયાદ કરી છે.'
કુર્કસના અક્ટિંગ ગવર્નર ખેલહોત સ્મર્નોફે પુતિનને જણાવ્યું હતું કે 'આમ છતાં તે હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, અને કુર્કસ સ્થિત ચારે ન્યુક્લિયર પાવર પ્લાંટસ્ના RBMK-1000 રીએકટર્સ અત્યારે તો સલામત છે. જોકે શત્રુઓએ આજ રાત્રીએ જ હુમલાઓના પ્રયત્નો કર્યા હતા.'
આ પછી પ્રમુખ વ્લાદીમીર પુતિને સરહદે રહેલા વરિષ્ઠ અધિકારીઓની એક મીટીંગ બોલાવી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓએ અધિકારીઓને કહ્યું હતું કે, 'પરિસ્થિતિ ગંભીર બની રહી છે આપણે સર્વેએ સતત સાવચેત રહેવાની જરૂર છે.'
દરમિયાન યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી, અને કુર્કસ્ક ઉપરના હુમલાની સમીક્ષા કરી હતી. સાથે તેઓએ આક્રમણ પ્રચંડ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ટૂંકમાં યુદ્ધ તીવ્ર બનતું જાય છે તેનો નજીકમાં કોઈ અંત દેખાતો નથી.