દલાઈ લામાના મોત પછી કોઈ પણ જાતની ધાર્મિક વિધિ કરવા પર ચીનનો પ્રતિબંધ, તિબેટના મઠોને કર્યો આદેશ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
દલાઈ લામાના મોત પછી કોઈ પણ જાતની ધાર્મિક વિધિ કરવા પર ચીનનો પ્રતિબંધ, તિબેટના મઠોને કર્યો આદેશ 1 - image

 

China Issued Sop on Dalai Lama Passing Away :ચીને ભારતમાં આશ્રય લઈ રહેલા તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાં અંગે તિબેટ ના વિવિધ મઠોમાં એક વાંધાજનક બુકલેટનું વિતરણ શરૂ કર્યું છે. 

ચીને તેમાં આદેશ કર્યો છે કે દલાઈ લામાના મોત પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ તિબેટ ના મઠો માં કરવામાં ના આવે.  તિબેટના મઠોમાં જે બુકલેટ નું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં 10 નિયમો નો ઉલ્લેખ છે.  આ પૈકીનો એક નિયમ એવું કહે છે કે દલાઈ લામાંનું મોત થાય તે પછી તિબેટીયન ભિક્ષુઓ કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓની તસવીરો શેર નહીં કરી શકે. આમ બૂલકેટથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે, ચીન દલાઈ લામાનુ મોત બહુ જલ્દી થશે તેમ માની રહ્યુ છે. 

ચીન તિબેટમાં હાલના દલાઈ લામાના પ્રભાવને ઓછો કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે. અત્યારના દલાઈ લામા ભારતના ધર્મશાળામાં રહે છે.  તિબેટના ઇતિહાસમાં તે સૌથી લાંબો સમય આ પદ પર રહેનાર બૌદ્ધ ધર્મ ગુરુ છે. 

1951થી ચીને તિબેટ પર કબજો કરી લીધો હતો. ચીનના અધિકારીઓનો દાવો છે કે ચીનની સરકાર જ પોતાના દેશના કાયદા પ્રમાણે તિબેટના લોકોના ઉત્તર અધિકારી તેમજ નવા આધ્યાત્મિક નેતાની પસંદગી કરશે. જે દલાઈ લામા તરીકે ઓળખાય છે. તેનાથી વિપરીત તિબેટના લોકોનું માનવું છે કે દલાલમાં પોતે જ પૂર્ણ જન્મ લેવા માટે કોઈના પણ શરીરની પસંદગી કરતા હોય છે આ પરંપરા 1391 થી ચાલતી આવી છે અને 13 વખત આ રીતે દલાઈ લામાની વરણી થઈ ચૂકી છે. 

અત્યારના દલાઈ લામા પણ ભારપૂર્વક કહી રહ્યા છે કે,સદીઓ જૂની પરંપરા પ્રમાણે આગામી દલાઈ લામાની પસંદગી થશે. જેને લઈને ચીન અને તિબેટના લોકો વચ્ચે ગજગ્રાહ યથાવત છે. આ સંજોગોમાં ચીન તિબેટમાં પોતાની મનમાની ચલાવવા માંગે છે તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. 



Google NewsGoogle News