Get The App

VIDEO: બાંગ્લાદેશી દેખાવકારોની શરમજનક કરતૂત, પશુઓને પણ ન છોડ્યા, પક્ષીઘરમાં કર્યો હુમલો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
VIDEO: બાંગ્લાદેશી દેખાવકારોની શરમજનક કરતૂત, પશુઓને પણ ન છોડ્યા, પક્ષીઘરમાં કર્યો હુમલો 1 - image
Image Twitter 

Bangladesh Crisis:  બાંગ્લાદેશમાં વિરોધીઓ કેટલી હદ સુધી જઈ શકે છે તેનો તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે. બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા કટ્ટરપંથીઓએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. સમગ્ર દેશને આગ લગાડ્યા બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ ભયાનક બની રહ્યું છે. 300 થી વધુ મૃત્યુ થયા બાદ હવે અબોલ પ્રાણીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે, ઢાકાના પ્રાણી સંગ્રહાલયમાં વિરોધીઓના જૂથનો એક વિચલિત વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો એક પ્રાણી સંગ્રહાલયમાં ગભરાટમાં દોડતા હરણની પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અમાનવીય કૃત્યમાં સામેલ લોકો પ્રાણીઓને પણ બક્ષી રહ્યા નથી.

હવે ઝૂને નિશાન બનાવ્યું

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બાંગ્લાદેશના પ્રાણી સંગ્રહાલયમાંથી આવ્યો છે. વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ અને પ્રદેશમાં ધાર્મિક આતંક ફેલાવી સતત વાતાવરણ ડહોળવામાં આવી રહ્યું છે. જેમા વિદ્યાર્થીઓનું એક ગ્રુપ લાકડીઓ પકડીને હરણનો પીછો કરી પકડવા મથી રહ્યા છે. અબોલ હરણ બદમાશોના હાથમાંથી ભાગી છૂટવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. પોતાને બચાવવા માટે હરણનો સંઘર્ષનો વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.

લોકોએ પૂછ્યું 'શું આ માણસો છે?'

ઇન્ટરનેટ પર લોકોએ પ્રાણીઓ પર નિર્દયતાથી હુમલો કરવા બદલ બાંગ્લાદેશીઓની નિંદા કરી રહ્યા છે. વાયરલ વિડિયોના એક યૂઝરે લખ્યું હતું કે, "ખૂબ જ દુઃખદ છે. માનવતા અને કરુણાનો અભાવ જણાય છે", જ્યારે બીજાએ કહ્યું, "ખૂબ જ શરમજનક, અબોલ જીવે તમારુ શું બગાડ્યું છે." પ્રાણી સંગ્રહાલયમાં તેમનું ક્રૂર કૃત્ય જોઈને લોકો એ દાવા સાથે સહમત ન થઈ શક્યા કે તેઓ બાળકો છે કે વિદ્યાર્થીઓ. લોકો ચોંકી ઉઠ્યા. તેઓ ચોંકી ઉઠ્યા તકે શું તેઓ ખરેખર વિદ્યાર્થીઓ છે?



Google NewsGoogle News