Get The App

શ્રીલંકા: રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા, જુઓ વીડિયો

Updated: Jul 9th, 2022


Google NewsGoogle News
શ્રીલંકા: રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા, જુઓ વીડિયો 1 - image


- સ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીલંકાના વર્તમાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી

કોલંબો, તા. 09 જુલાઈ 2022, શનિવાર 

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાન સ્થિતિ વધુ વિકટ બની છે. લોકોમાં સરકાર સામે ખૂબ જ રોષ વ્યાપ્યો છે અને હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે પ્રદર્શનકારીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારીને મજા માણી રહ્યા છે. 

પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા છે. અગાઉ 11 મેના રોજ શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામુ આપ્યું હતું. આગજની અને હિંસક બનેલા પ્રદર્શનકારીઓથી બચવા માટે તેઓ સહપરિવાર ભાગી ગયા હતા. 

આ બધા વચ્ચે સ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીલંકાના વર્તમાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ઉપરાંત તેમણે સ્પીકર સમક્ષ સંસદ સત્ર બોલાવવા પણ અપીલ કરી હતી. 


Google NewsGoogle News