અમેરિકામાં પ્રમુખપદના ભારતીય મૂળના ઉમેદવાર રામાસ્વામીના કાફલાની કારને ટક્કર મારવામાં આવી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં પ્રમુખપદના ભારતીય મૂળના ઉમેદવાર રામાસ્વામીના કાફલાની કારને ટક્કર મારવામાં આવી 1 - image

image : twitter

વોશિંગ્ટન,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામી ચર્ચિત ચહેરો બની ચુકયા છે. 

રિપલ્બિકન પાર્ટીમાંથી પ્રમુખપદની ચૂંટણી લડવા માંગતા રામાસ્વામીએ હવે બે લોકો પર પ્રચાર અભિયાનમાં સામેલ પોતાની કારને જાણી જોઈને ટક્કર મારવાનો આરોપ મુકયો છે. 

રામસ્વામીએ કહ્યુ છે કે, મેં યુક્રેનને સહાયતા આપવા સામે વિરોધ કર્યો હતો અને તેના કારણે નારાજ બે દેખાવકારોએ મારા પ્રચાર અભિયાનમાં સામેલ કારને જાણી જોઈને ટક્કર મારી હતી. આ ઘટના આઈઓવા રાજ્યમાં પ્રચાર અભિયાન બની હતી. જેમાં એક એસયુવી સાથે એક હોન્ડા કાર અથડાઈ હતી. કાર મહિલા ચલાવી રહી હતી. ટક્કર મારીને કાર ચાલક મહિલા અને તેની સાથેનો વ્યક્તિ ફરાર થઈ ગયા હતા. 

રામાસ્વામીએ સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપતી પોસ્ટ પણ મુકી હતી અને કહ્યુ હતુ કે, મારે દેખાવકારો સાથે આજે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બે વ્યક્તિઓએ કારને જાણી જોઈને મારા કાફલાની કાર સાથે અથડાવી હતી પણ તેના કારણે બીજા દેખાવકારોને પરેશાન કરવાની જરૂર નથી. સદભાગ્યે આ ટક્કરમાં કોઈને ઈજા થઈ નહોતી. 

જોકે પોલીસનુ કહેવુ છે કે, કાર ચલાવનારે જાણી જોઈને ટ્કકર મારી હોય તેવા કોઈ પૂરાવા નથી. 


Google NewsGoogle News