Get The App

અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું - ૨૦૨૩માં જ પકિસ્તાનના બે ટુકડાં થઈ શકે

ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ફાઉન્ડિંગ ડિરેક્ટર પ્રો. મુક્તદર ખાને ભારતને કહ્યું - ચઢાઈ કરવાનો યોગ્ય સમય

Updated: Jan 19th, 2023


Google NewsGoogle News
અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું - ૨૦૨૩માં જ પકિસ્તાનના બે ટુકડાં થઈ શકે 1 - image

Image: Twitter


નવી દિલ્હી, તા. ૧૯ જાન્યુઆરી, ગુરુવાર
દરેક ક્ષેત્રમાં નબળાં પડી રહેલાં પાકિસ્તાનની હાલત દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. મોટાભાગના સહયોગી દેશો પણ હવે તેની મદદ કરવાથી પીછેહઠ કરવા લાગ્યા છે. જેના લીધે એવા કોઈ સંકેત મળી રહ્યા નથી કે તેની સ્થિતિમાં જલદી કોઈ સુધારો જોવા મળી શકે. અમેરિકાની ડેલાવેર યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ફાઉન્ડિંગ ડિરેક્ટર પ્રો. મુક્તદર ખાન કહે છે કે પાકિસ્તાન ઉપર હાલમાં ૬ સંકટ મંડરાઈ રહ્યા છે અને તે જ તેના વિનાશનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે જો ભારત ઈચ્છે તો હાલના સમયમાં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી તેનું પતન કરી દે અને પીઓકે તથા અન્ય વિસ્તારોને પોતાનામાં ભેળવી શકે છે. 

લોકો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી કંટાળ્યા
મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી અકળાયેલા લોકો સરકારની આકરી ટીકા કરવા લાગ્યા છે. પીઓકેમાં તો અમુક લોકો તો ભારતના લદાખ સાથે જોડાઈ જવા માટે અનેક દિવસોથી દેખાવો કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમને જોતા અનેક નિષ્ણાતો માની રહ્યા છે કે પાકિસ્તાનની સ્થિતિમાં જલદી કોઈ સુધારો નહીં થાય તેનું વિભાજન નક્કી જ થઈ જશે. 

પાકિસ્તાન સામે કયા ૬ સંકટ છે તે જણાવ્યું પ્રોફેસરે
પ્રોફેસર એક વીડિયોમાં જણાવી રહ્યા છે કે પાકિસ્તાન સામેના ૬ મોટા સંકટો છે જેમાં રાજકીય સંકટ, આર્થિક સંકટ, સુરક્ષા સંકટ, સિસ્ટમનું સંકટ, ઓળખનું સંકટ અને પર્યાવરણ સંકટ સામેલ છે. મુક્તદર ખાને કહ્યું કે આ તમામ સંકટ ૨૦૨૩માં પાકિસ્તાન માટે વિભાજનનું કારણ બની શકે છે અને બની શકે કે તેની તમામ સરકારી સંસ્થાનો આ સંકટને ખાળવામાં નિષ્ફળ જાય.


Google NewsGoogle News