Get The App

અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમિકા પર ઊઠ્યાં સવાલ, ED એક્ટિવ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
Illegal Immigrants to America


Illegal Immigrants to America: યુએસ-કેનેડા બોર્ડર પર ભારતીયોની તસ્કરીને લઈને EDએ ઘણી સંસ્થાઓ પર નજર રાખી છે. આ અંગે, EDએ કહ્યું કે તે કેનેડાની સરહદેથી ભારતીયોની તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે. જેમાં કેનેડાની કેટલીક કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે તેમની મદદથી ભારતીયોની તસ્કરી કરવામાં આવી રહી છે. જે પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલવામાં આવે છે.

અનેક લોકો સામે ફરિયાદ નોંધાઈ

આ ED તપાસ ગુજરાતના ડીંગુચા ગામના ચાર સભ્યોના મૃત્યુ સાથે સંબંધિત છે. જે 19 જાન્યુઆરી, 2022ના રોજ ગેરકાયદેસર રીતે કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતી વખતે ભારે ઠંડીથી મૃત્યુ પામ્યા હતા. EDએ આ કેસમાં મુખ્ય આરોપી ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યો વિરુદ્ધ અમદાવાદ પોલીસ FIRની નોંધ લીધી અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફરિયાદ નોંધી હતી.

ગેંગ કેવી રીતે કામ કરતી હતી તે સમજો

EDની તપાસમાં અગાઉ જાણવા મળ્યું હતું કે માનવ તસ્કરીના આ રેકેટના ભાગરૂપે, આરોપીઓએ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે કેનેડા સ્થિત કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની વ્યવસ્થા કરી હતી. આવા લોકોએ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું અને પછી પહોંચ્યા, તેઓ કોલેજમાં જવાને બદલે ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા બોર્ડર ઓળંગી ગયા.

EDએ કહ્યું કે આ પછી કેનેડા સ્થિત કોલેજો દ્વારા મળેલી ફી વ્યક્તિઓના ખાતામાં પરત મોકલી દેવામાં આવી હતી. આ કામ માટે દરેક વ્યક્તિ પાસેથી 55 થી 60 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

ભારતમાં લગભગ 3500 એજન્ટ 

EDએ જણાવ્યું હતું કે તેણે આ કેસમાં 10 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં આઠ સ્થળોએ નવી શોધખોળ હાથ ધરી હતી. એવું બહાર આવ્યું છે કે બંને સંસ્થાઓએ કમિશનના ધોરણે વિદેશી યુનિવર્સિટીઓમાં ભારતીયોના પ્રવેશ માટે 'કરાર' કર્યો હતો. આમાંથી એક સંસ્થા મુંબઈની અને બીજી નાગપુરની છે.

આ પણ વાંચો: પાકિસ્તાને મોડી રાતે કર્યા હવાઈ હુમલા, બરાબરનું અકળાયું અફઘાનિસ્તાન, 15 લોકોનાં મોત

તપાસમાં જાણવા મળ્યું છે કે દર વર્ષે એક સંસ્થા દ્વારા લગભગ 25,000 વિદ્યાર્થીઓ અને અન્ય સંસ્થા દ્વારા 10,000 થી વધુ વિદ્યાર્થીઓને ભારત બહાર સ્થિત વિવિધ કોલેજોમાં મોકલવામાં આવે છે. આ સંસ્થાઓના ગુજરાતમાં લગભગ 1700 એજન્ટ છે અને સમગ્ર ભારતમાં લગભગ 3500 એજન્ટ છે અને તેમાંથી લગભગ 800 એક્ટીવ છે.

ભારતીય નાગરીકોની તસ્કરીમાં ઘણી સંસ્થાઓ સામેલ 

કેનેડામાં લગભગ 112 કોલેજોએ એક સંસ્થા સાથે અને 150થી વધુ કોલેજોએ બીજી સંસ્થા સાથે કરાર કર્યો છે. EDને શંકા છે કે કેનેડામાં યુએસ બોર્ડર નજીક આવેલી કુલ 262 કોલેજમાંથી કેટલીક ભારતીય નાગરિકોની તસ્કરીના આ રેકેટમાં સામેલ છે.

અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમિકા પર ઊઠ્યાં સવાલ, ED એક્ટિવ 2 - image


Google NewsGoogle News