રશિયાની જેમ તૂર્કીયેમાં પણ પેલેસ્ટિની સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, દેખાવકારોએ અમેરિકી એરબેઝને ઘેર્યું

દેખાવકારોને વેરવિખેર કરવા પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો

તૂર્કીયેએ એક દિવસ પહેલાં જ ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કર્યા હતા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
રશિયાની જેમ તૂર્કીયેમાં પણ પેલેસ્ટિની સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, દેખાવકારોએ અમેરિકી એરબેઝને ઘેર્યું 1 - image

image  : Twitter




Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને લગભગ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા ઈઝરાયલને સમર્થન આપવામાં આવતા ત્યાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન ગાઝા અંગે શાંતિ મંત્રણા કરવા અમેરિકી વિદેશમંત્રી એન્ટી બ્લિંકન તૂર્કીયે પહોંચે તે પહેલાં જ રવિવારે પેલેસ્ટાઈનના સમર્થકોએ એક મોટી રેલી યોજીને અમેરિકી સૈનિકોના (attack on US airbase in Turkiye) નિવાસ ધરાવતા એરપોર્ટ પર જ હુમલો કરી દીધો હતો. આ પહેલા રશિયામાં પણ એક એરપોર્ટને પેલેસ્ટાઈનના સમર્થકોએ ઘેરી લઈને યહૂદીઓની શોધખોળ ચાલુ કરી હતી ભારે ઉત્પાત મચાવ્યો હતો. 

તૂર્કીયે એ રાજદ્વારી સંબંધો ખતમ કરી દીધા છે 

તૂર્કીયેની પોલીસે મોરચો સંભાળતાં દેખાવકારોને વેરવિખેર કરી નાખવા માટે ટીયરગેસનો મારો ચલાવ્યો અને પાણીનો તોપમારો કરી દેખાવકારોને ભગાડ્યા હતા. તૂર્કીયે ગાઝામાં માનવીય સંકટ બદતર થવાને કારણે ઈઝરાયલની આકરી ટીકા કરી રહ્યું છે અને બીજી તરફ તે પેલેસ્ટાઈનના સમૂહ હમાસના સભ્યોની મેજબાની કરતાં ટુ સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરી રહ્યું છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી તૂર્કીમાં મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે. તૂર્કીએ પણ ઈઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે. 

કોણે કર્યા હતા દેખાવ? 

આ સપ્તાહની શરૂઆતમાં જ એક ઈસ્લામિક તૂર્કીયે સહાયતા એજન્સી - IHH હ્યુમિનિટ્રિયન રિલીફ ફાઉન્ડેશને ગાઝા પર ઈઝરાયલી હુમલા અને ઈઝરાયલના અમેરિકી સમર્થનના વિરોધમાં દક્ષિણ તૂર્કીયેના અદાના પ્રાંતમાં ઈંસર્લિક એરબેઝ પર ભીડ એકઠી કરી હતી.  આ એરબેઝનો ઉપયોગ સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ સાથે લડનારા આંતરરાષ્ટ્રીય ગઠબંધનને મદદ આપવા માટે થાય છે. તેમાં અમેરિકી સૈનિકો પણ સામેલ હતા. દેખાવકારોએ આ એરબેઝને બંધ કરવાની માગ કરી હતી. 

રશિયાની જેમ તૂર્કીયેમાં પણ પેલેસ્ટિની સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, દેખાવકારોએ અમેરિકી એરબેઝને ઘેર્યું 2 - image



Google NewsGoogle News