પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસની આગનો વીડિયો શેર કરી કહ્યું- 'આશા છે આપણે આજે સુરક્ષિત રહીએ..'
Los Angeles Wildfire: કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ભયાનક દાવાનળ ફાટી નીકળ્યો છે. જંગલમાં ભીષણ દાવાનળના કારણે મોટાપાયે નુકસાન થયુ છે. જંગલમાં ફેલાઈ રહેલી આગને ઠારવા ફાયર બ્રિગેડ સતત પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ હજી સુધી કાબુ મેળવી શકાયો નથી. આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ થઈ રહી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજોમે શહેરમાં ઈમરજન્સી લાદી દીધી છે. કોઈને પણ ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ આ દાવાનળ મુદ્દે પ્રતિક્રિયા આપતાં વીડિયો રજૂ કર્યા હતા. તેમજ તેની ભયાનકતા રજૂ કરી હતી. તેણે સ્ટોરીમાં જણાવ્યું હતું કે, હાલ ફાયરબ્રિગેડ બચાવ કામગીરી કરી રહી છે.
આ પણ વાંચોઃ લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન રાખ, ઈમરજન્સી જાહેર કરાઈ
પ્રિયંકાએ ગંભીરતાના ફોટો રજૂ કર્યા
પ્રિયંકા ચોપરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લોસ એન્જલસના જંગલમાં ભીષણ આગ સંબંધિત અનેક ફોટો અને વીડિયો રજૂ કર્યા હતા. એક્ટ્રેસે આગનો દાવાનળ સતત વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કેપ્શન લખી હતી કે, 'આ ભયાનક આગથી જે પણ અસર થઈ છે, મારી સંવેદના તેમની સાથે છે. આશા છે કે, આજે રાત્રે આપણે સૌ સુરક્ષિત રહીએ. પ્રિયંકા ચોપરાએ બીજો વીડિયો પણ રજૂ કર્યો હતો, જેમાં અમુક કાર લોસ એન્જલસના રસ્તાઓ પર પડી છે. અને સામે જંગલમાંથી આગ પ્રસરી રહી છે. આગનો ફેલાવો જોતાં તે હજારો ઘરોને બાળીને ખાખ કરી શકે તેવી ભીતિ પણ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ 'આવી આગ કદી જોઈ નથી..', લોસ એન્જલસના જંગલોમાં ભીષણ દાવાનળ, 70000ને બચાવાયા
ફાયર બ્રિગેડ ટીમના વખાણ કર્યાં
ગ્લોબલ આઈકોને વધુ એક પોસ્ટ રજૂ કરતાં ત્યાં બચાવ કામગીરીમાં જોડાયેલી ફાયર બ્રિગેડ ટીમના વખાણ કર્યા હતા. તેમજ તેમનો આભાર પણ માન્યો હતો. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે, સૌથી પહેલા આ સ્થિતિમાં પોતાની બહાદુરી દર્શાવનારાઓને સલામ, આખી રાત કામ કરી આ આગથી અસરગ્રસ્ત પરિવારોની મદદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
પરિવાર સાથે લોસ એન્જલસમાં રહે છે પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને દિકરી મેરી ચોપરા જોનાસ સાથે લોસ એન્જલસમાં રહે છે. 2018માં લગ્ન બાદ તે અમેરિકામાં સ્થાયી થઈ હતી. તે અવારનવાર પોતાના ઘરની તસવીરો અને વીડિયો રજૂ કરતી હોય છે.