VIDEO : હંસ બન્યા 'ગાર્ડ્સ' ! એક એવી જેલ જ્યાં ડોગ્સની જગ્યાએ હંસનું ટોળું કરે છે ચોકીદારી, જાણો તેનું કારણ

બ્રાઝિલની ઘણી જેલોમાં ગાર્ડ ડોગ્સની જગ્યા હંસે લઇ લીધી છે

જેલના સંચાલકો માને છે કે આ પક્ષીઓ રક્ષક તરીકે ખૂબ પ્રભાવી હોય છે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
VIDEO : હંસ બન્યા 'ગાર્ડ્સ' ! એક એવી જેલ જ્યાં ડોગ્સની જગ્યાએ હંસનું ટોળું કરે છે ચોકીદારી, જાણો તેનું કારણ 1 - image


Brazilian 'geese agents' honk in case of prison break: હાલના જમાનામાં વધતી જતી ટેકનોલોજીના કારણે ખુબ ફરફારો થઇ રહ્યા છે. જેના કારણે સંચાલકોને મેનપાવરની ખુબ જ ઓછી જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ગાર્ડ્સની જગ્યા કેમેરાએ લઇ લીધી છે, તેમજ ઘણી જગ્યાએ જેલમાં ગાર્ડ ડોગ્સ પણ રાખવામાં આવતા હોય છે પરંતુ તાજેતરમાં બ્રાઝિલની એક જેલ તેના ખાસ રક્ષકોને કારણે ચર્ચામાં આવી છે.

બ્રાઝિલની ઘણી જેલોમાં ગાર્ડ છે હંસ 

બ્રાઝિલની ઘણી જેલોમાં ગાર્ડ ડોગ્સની હંસને ગાર્ડ તરીકે રાખવામાં આવ્યા છે. આ જાણીને થોડો આશ્ચર્ય થાય કે હંસ શું કરી શકે છે? તો જાણીએ કે સંચાલકો માને છે કે આ પક્ષીઓ ગાર્ડ તરીકે ખૂબ પ્રભાવી છે. તેની સંભાળવાની શક્તિ જોરદાર હોય છે. જેથી જયારે તે કંઇક અવાજ સંભાળશે તો તરત જ જોરથી અવાજ કરીને ચેતવણી આપે છે. 

જેલ સંચાલકે જણાવ્યું કે હંસ શા માટે?

જેલ સંચાલકનું કહેવું છે કે જેલમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ વ્યક્તિગત દેખરેખ પણ છે. પરંતુ ગાર્ડ તરીકે અમે ડોગ્સના બદલે હંસને સર્વેલન્સ પર રાખ્યા છે. જેલ ખુબ જ શાંત જગ્યાઓ પર હોય છે એવામાં રાત્રે ત્યાં ખુબ જ શાંતિ જોવા મળે છે. જેથી હંસ આવી જગ્યા પર ખુબ જ પ્રભાવી નીવડે છે. 

હંસનું ટોળું કરે છે પેટ્રોલિંગ

જેલની આંતરિક ફેન્સીંગ અને તેની મુખ્ય બાહ્ય દિવાલ વચ્ચેની જગ્યામાં ગાર્ડ હંસનું ટોળું પેટ્રોલિંગ કરે છે. બ્રાઝિલની જેલો કેદીઓને ભાગી જવાથી રોકવા માટે ઓછામાં ઓછા 12 વર્ષથી  હંસ પર આધારિત છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા બે વર્ષથી હંસ  ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દૂર રાખવામાં ચીનની બોર્ડર પર પેટ્રોલિંગ કરે છે. 

VIDEO : હંસ બન્યા 'ગાર્ડ્સ' ! એક એવી જેલ જ્યાં ડોગ્સની જગ્યાએ હંસનું ટોળું કરે છે ચોકીદારી, જાણો તેનું કારણ 2 - image


Google NewsGoogle News