PM મોદીએ યુક્રેન મુદ્દે પુતિન સાથે વાત કરી, વૈશ્વિક શાંતિ માટે અન્ય દેશોના નેતાઓને સામેલ કર્યા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
Russia Ukraine War Talks

Image: IANS


PM Modi Talks with Russia President Putin: યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. યુક્રેનની તાજેતરની મુલાકાત અને તે દરમિયાનના અનુભવો વિશે પુતિનને માહિતી આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે. તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે વાત કરી હતી. તેઓએ આ યુદ્ધને ઝડપથી, સ્થાયી ધોરણે અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપતાં બંધ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

યુક્રેન મુલાકાત બાદ મોદીની વિશ્વોને શાંતિ માટે અપીલ

હાલમાં જ વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લઈ આવ્યા હતા. જેમાં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવા અને શાંતિનો માર્ગ અપનાવવા અપીલ કરી હતી. વધુમાં ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, ભારત યુક્રેન શાંતિ વાર્તાનું નેતૃત્વ કરી શકે છે. તેના માટે તે તૈયાર છે.

આ પણ વાંચોઃ ભારતને શાંતિ સંમેલન માટે કહી શકાય નહીં, કેમ કે તે પોતે... PM મોદીની યુક્રેન મુલાકાત બાદ ઝેલેન્સ્કીનુ વલણ બદલાયું

બંને નેતાઓ વચ્ચે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા

વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેતાં ગતમહિને લીધેલ રશિયાની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી. બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

બાઈડેન સાથે પણ ચર્ચા કરી

વડાપ્રધાન મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આ વાતચીત વિશે જણાવ્યું હતું કે, તેમની અને બાઈડેન વચ્ચે ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અને વડાપ્રધાન અલ્બેનીઝે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અને મલ્ટીનેશનલ પ્લેટફોર્મ પર સહયોગ અંગે ચર્ચા કરી હતી. 

PM મોદીએ યુક્રેન મુદ્દે પુતિન સાથે વાત કરી, વૈશ્વિક શાંતિ માટે અન્ય દેશોના નેતાઓને સામેલ કર્યા 2 - image


Google NewsGoogle News